Indian Coast Guard Recruitment 2021:  રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જાણો ભરતીનો સમગ્ર કાર્યક્રમ

|

Jul 06, 2021 | 10:29 AM

Recruitment : ભારતીય કોસ્ટગાર્ડે(Indian Cost Guard)  દ્વારા વિવિધ જગ્યાઓ  માટે 350 ખાલી જગ્યાઓ (Post) માટે અરજી મંગાવવામાં આવી છે.આ માટે હાલ 2 જુલાઈથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા(Registration Process)  શરૂ કરવામાં આવી છે અને અરજદારોએ 16 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે.

Indian Coast Guard Recruitment 2021:  રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જાણો ભરતીનો સમગ્ર કાર્યક્રમ
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી-2021

Follow us on

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની 350 ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની અરજી કરવા માટે join indian coastguard.cdac.in વેબસાઈટ પર નોંધણી શરૂ થઈ ગઈ છે, જાણો શું રહેશે ભરતીનો સમગ્ર કાર્યક્રમ.

ભારતીય કોસ્ટગાર્ડે(Indian Cost Guard) દ્વારા  વિવિધ જગ્યાઓ  માટે 350 ખાલી જગ્યાઓ (Post) માટે અરજી મંગાવવામાં આવી છે.આ માટે હાલ 2 જુલાઈથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા(Registration Process)  શરૂ કરવામાં આવી છે અને અરજીની છેલ્લી તારીખ 16 જુલાઈ રાખવામાં આવી છે.

કોસ્ટગાર્ડે (Cost Guard)  જાહેર કરાયેલી વિવિધ પોસ્ટની વાત કરવામાં આવે તો, નાવિક (General Duty), નાવિક (Domestic Branch) અને યાંત્રિક સહિત કુલ 350 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, વિવિધ જગ્યા  માટેની મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 22 વર્ષ રાખવામાં આવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભરતી માટે જરુરી શૈક્ષણિક લાયકાત

1.નાવિક (જનરલ ડ્યુટી) : COBSE (Council of Boards For School Education) દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલા શિક્ષણ બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 10 + 2 પાસ કરેલા હોવા જોઈએ.

2. નાવિક (ડોમેસ્ટિક શાખા) : COBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.

3.યંત્રિક : OBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવા જોઈએ. ઉપરાંત “ઓલ ઈન્ડિયા કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ AICTE બોર્ડમાંથી ઇલેક્ટ્રિકલ , મિકેનિકલ ,ઇલેક્ટ્રોનિક્સ,અથવા ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રમાં એન્જીનિયરિંગમાં ડિપ્લોમા (Diploma) કરેલું હોવું જોઈએ.

પગાર માળખું

નાવિક (જનરલ ડ્યુટી) : આ જગ્યા માટે પે લેવલ -3 ના આધારે બેઝિક પગાર (Basic Salary) 21700 મળશે, ઉપરાંત મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને અન્ય ભથ્થાં પણ મળવા પાત્ર રહેશે.

નાવિક (ડોમેસ્ટિક શાખા): નાવિક (DB)માટે પગાર (Salary) લેવલ -3ના આધારે બેઝિક પગાર (basic Salary) ધોરણ 21700 રહેશે અને મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાં પણ મળવા પાત્ર રહેશે.

યંત્રિક : આ જગ્યા માટે પે લેવલ -5 ના આધારે 29200 બેઝિક પગાર મળશે. ઉપરાંત 6200 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે અને અન્ય ભથ્થા(Other Allowance) પણ મળવાપાત્ર રહેશે.

કેવી રીતે કરશો અરજી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો join indiancoastguard.cdac.in પર login કરી શકે છે. login માટે ઉમેદવાર ઇ-મેઇલ (E-mail) આઈડી અથવા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને પોતાને નોંધણી કરાવી શકશે. ઉમેદવારોએ ઓછામાં ઓછા 30 જૂન સુધીમાં ઇ-મેલ અને મોબાઇલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન(Registration)  કરવાનું રહેશે.

 

આ પણ વાંચો : Vaccination: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે દૈનિક કેટલા લાખ લોકોને વેક્સિન આપવી પડશે, જાણો શું છે વર્તમાન સ્થિતિ

આ પણ વાંચો :  Ranveer Singh Birthday: જાણો કઈ છે રણવીર સિંહની ટોપ 10 ફિલ્મો? છેલ્લી ફિલ્મના રેટિંગ પર વિશ્વાસ નહીં થાય

Published On - 10:23 am, Tue, 6 July 21

Next Article