Indian Army Recruitment 2021: ભારતીય સૈન્યમાં મહિલા જીડી સૈનિકની પોસ્ટ માટે જગ્યા ખાલી, જાણો કેવી રીતે અરજી કરવી

|

Jun 08, 2021 | 11:43 PM

Women Soldier Recruitment 2021: ભારતીય સૈન્યના ભરતી મંડળે Women General Duty Soldier ની 100 પોસ્ટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Indian Army Recruitment 2021: ભારતીય સૈન્યમાં મહિલા જીડી સૈનિકની પોસ્ટ માટે જગ્યા ખાલી, જાણો કેવી રીતે અરજી કરવી
Indian Army Recruitment 2021

Follow us on

Indian Army Recruitment 2021: ભારતીય સૈન્ય (Indian Army) માં સ્ત્રી જીડી (Women General Duty Soldier) સૈનિકની પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય સેના (Indian Army) ની ભરતી બોર્ડે જનરલ ડ્યુટી સૈનિક મહિલા (Women General Duty Soldier) ની 100 જગ્યાઓની ભરતી માટેની જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ, આ પોસ્ટ્ માટે અરજી કરવા માટે, સત્તાવાર વેબસાઇટ- joinindianarmy.nic.in પર જવું પડશે.

JOIN INDIAN ARMY દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ, આ પોસ્ટ્ માટેની અરજી પ્રક્રિયા 6 જૂન, 2021 થી શરૂ થઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 20 જુલાઈ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી એ કે ફી જમા કરીને સંપૂર્ણ ફોર્મ ભરવાની આ છેલ્લી તારીખ પણ છે. આ સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્ માટે અરજી કરવા માંગે છે તે JOIN INDIAN ARMY ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ્ પર અરજી કરતાં પહેલાં, કૃપા કરીને વેબસાઇટ પર ઉપલબ્ધ સત્તાવાર સૂચના તપાસો.

કેવી રીતે કરશો અરજી

  1. આમાં અરજી કરવા માટે સૌ પ્રથમ ભારતીય સૈન્યની સત્તાવાર વેબસાઇટ- joinindianarmy.nic.in પર જાવ.
  2. વેબસાઇટના હોમ પેજ પર રિક્રૂટમેંટ સેક્શન પર જાઓ.
  3. અહીં New Registration પર ક્લિક કરો.
  4. હવે માંગવામાં આવેલ વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો.
  5. પ્રાપ્ત રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી એપ્લિકેશન ફોર્મ ભરો.
  6. એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી, એક પ્રિન્ટ જરૂરથી કાઢો.

લાયકાત

જાહેર કરેલ જાહેરનામા મુજબ આ ઉમેદવારો માટે મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આમાં ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 વર્ગની પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. ધોરણ 10 માં ઓછામાં ઓછા 45% ગુણ હોવું ફરજિયાત છે. અરજદારની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સૂચના જોવા માટે અહીં ક્લિક કરો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શારીરિક તંદુરસ્તી

આ પોસ્ટ્ માટે અરજી કરવા માટે, ઉમેદવારોની ઊંચાઈ 152 સેન્ટિમીટર હોવી જોઈએ, રનિંગ પ્રતિ 7 મિનિટ 30 સેકંડમાં 1.6 કિલોમીટર હોવી જોઈએ. લાંબી કૂદ 10 ફૂટ અને ઊંચી કૂદ 3 ફૂટ હોવી જોઈએ. પાત્રતા સાથે સંબંધિત વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના જુઓ.

Next Article