Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં TGC 133 માટે નિ:શૂલ્ક કરો અરજી, જાણો માહિતી

|

Feb 27, 2021 | 7:37 PM

ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ 133 માટે ખાલી જગ્યાઓ જાહેર કરાઈ છે. આ ખાલી જગ્યા (Indian Army Recruitment 2021) હેઠળ કુલ 40 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે.

Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં TGC 133 માટે નિ:શૂલ્ક કરો અરજી, જાણો માહિતી

Follow us on

Join Indian Army: ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ 133 માટે ખાલી જગ્યાઓ જાહેર કરાઈ છે. આ ખાલી જગ્યા (Indian Army Recruitment 2021) હેઠળ કુલ 40 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આમાં અરજી કરનારા ઉમેદવારોએ જોઈન ઈન્ડિયન આર્મીની સત્તાવાર વેબસાઈટની joinindianarmy.nic.in મુલાકાત લેવાની રહેશે.

 

ભારતીય સેનામાં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ 133 (TGS) માટેની અરજી પ્રક્રિયા 25 ફેબ્રુઆરી 2021થી શરૂ થઈ છે. આમાં અરજી કરવાની છેલ્લી તારીખ 26 માર્ચ 2021 છે. જોઈન ઈન્ડિયન આર્મી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ આ ખાલી જગ્યાની જાણ કરવામાં આવી છે. આમાં અરજી કરતા ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

ખાલી જગ્યાની વિગતો

આ ખાલી જગ્યા હેઠળ કુલ 40 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં સિવિલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેક્નલોજીની 11, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની 12, મિકેનિકલની 03, ઈલેક્ટ્રિકલની 04, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમની 03, એરોસ્પેસની 03 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ્સ, ટેક્સટાઈલ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અને ટેલિકમ્યુનિકેશનની 1-1 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

TGC 133 માટે કેવી રીતે અરજી કરવી

ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ 133 માટે અરજી કરવા માટે પહેલા joinindianarmy.nic.inની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. અહીં, હવે હોમ પેજ પર Officers Entry Application(s) Open માં Technical Graduate Course – 133ની લિંક પર ક્લિક કરો. નોંધણી કર્યા પછી તમે New Application પર જઈને અરજી ફોર્મ ભરી શકો છો.

 

કોણ અરજી કરી શકે છે?

જેમાં અરજી કરનારા પુરુષ ઉમેદવારોને એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન લીધેલું હોવું જોઈએ. આ માટે જે ઉમેદવારો પાસ થયા છે અથવા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં હોય તે પણ અરજી કરી શકે છે. વિવાહિત ઉમેદવારો આમાં અરજી કરી શકશે નહીં. ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી વધુ અને 27 વર્ષથી ઓછી હોવી જોઈએ.

Next Article