Indian Army Recruitment 2021: દેશ સેવા માટે મળી રહી છે ઉત્તમ તક, જાણો કઈ રીતે કરવી અરજી

Indian Army Recruitment 2021: જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે.

Indian Army Recruitment 2021: દેશ સેવા માટે મળી રહી છે ઉત્તમ તક, જાણો કઈ રીતે કરવી અરજી
Indian Army Recruitment 2021
| Edited By: | Updated on: Nov 14, 2021 | 11:51 AM

Indian Army Recruitment 2021: ભારતીય સેના(Indian Army) માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ માટે(Indian Army Recruitment 2021) ભારતીય સેનાએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ (AFMS) હેઠળ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (SSC Officer ) ની ભરતી માટે અરજીઓ માંગી છે.

દેશ સેવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ (Indian Army Recruitment 2021) માટે અરજી કરવા માંગે છે, તેઓ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે.

આ ઉપરાંત, ઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક http://www.amcsscentry.gov.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે.  આ લિંક દ્વારા ભારતીય આર્મી ભરતી 2021 સત્તાવાર સૂચના Indian Army Recruitment 2021 નોટિફિકેશન પણ જોઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે.

ભારતીય સૈન્ય ભરતી 2021 માટેની મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ – 13 નવેમ્બર 2021
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2021

ભારતીય આર્મી ભરતી 2021 માટે ખાલી જગ્યાની વિગતો
શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસર (SSC ઓફિસર) – 200 જગ્યાઓ
પુરૂષ – 180 પોસ્ટ્સ
સ્ત્રી – 20 પોસ્ટ

ભારતીય આર્મી ભરતી 2021 માટે યોગ્યતા
ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસ / પીજી ડિપ્લોમા / પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ.

ભારતીય સૈન્ય ભરતી 2021 માટે વય મર્યાદા
MBBS – 30 વર્ષ
PG ડિગ્રી – 35 વર્ષ

 

આ પણ વાંચો :  Children Savings Plan: બાળદિને બાળકને સારા Financial Planning સાથે સુરક્ષિત ભવિષ્યની ભેટ આપો , જાણો રોકાણની શ્રેષ્ઠ યોજનાઓ વિશે

 

આ પણ વાંચો : ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક