આ રીતે આપો 15 ઓગસ્ટની સ્પીચ, 2 મિનિટમાં આવી જશે જોશ, થશે તાળીઓના ગડગડાટ

|

Aug 10, 2022 | 3:57 PM

સ્વતંત્રતાના દિવસે (Independence Day) દેશભરની શાળાઓ, કોલેજો અને ઓફિસો વગેરેમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમે સ્વતંત્રતા દિવસના દિવસે એક શાનદાર ભાષણ દ્વારા પણ દરેકનું ધ્યાન તમારી તરફ ખેંચી શકો છો.

આ રીતે આપો 15 ઓગસ્ટની સ્પીચ, 2 મિનિટમાં આવી જશે જોશ, થશે તાળીઓના ગડગડાટ
Speech-in-Gujarati

Follow us on

15મી ઓગસ્ટે ભારત તેનો 76મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવી રહ્યું છે. આ વર્ષે દેશભરમાં ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં દરેક શેરી, મોહલ્લા, શાળા અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસનું આયોજન કરવામાં આવશે. આ દિવસે સમગ્ર દેશ બ્રિટિશ શાસનથી આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે. આ સિવાય તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરે છે જેમણે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસના દિવસે દરેક શાળા, કોલેજ, ઓફિસ વગેરેમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભાષણો આપવામાં આવે છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતી વખતે ભાષણ આપવું એ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો તમે પણ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો એક શાનદાર ભાષણની તૈયારી કરો. અહીં અમે તમને એક એવી જ સ્પીચ (Independence Day Speech) વિશે જણાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે કોઈપણ પ્રોગ્રામમાં બેસ્ટ સ્પીચ રાઈટર બની જશો.

સ્વતંત્રતા દિવસની સ્પિચ

સભામાં ઉપસ્થિત તમામ લોકોને મારા વંદન, આજે આપણે બધા દેશની આઝાદીની 76મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આ સભામાં ભેગાં થયા છીએ. આ દિવસ આપણા બધા માટે સૌથી ખાસ છે. આજના ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, જેને આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. આ પવિત્ર અવસર પર આપણે તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીશું જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ બલિદાનોને કારણે જ આપણને સેંકડો વર્ષો પછી બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી છે.

મિત્રો, આજે આપણે જે ત્રિરંગાની છાયામાં ઉભા છીએ તે આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. આ ત્રિરંગાની સૌથી ઉપર દેખાતો કેસરી રંગ દેશની તાકાત અને સાહસનું પ્રતિક છે. મધ્યમાં સફેદ રંગ શાંતિ, સંવાદિતા અને તમામ ધર્મોનું સમ્માન કરવાનું શીખવે છે. ત્રિરંગાની સૌથી નીચેનો લીલો રંગ દેશના વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે. ધ્વજની મધ્યમાં બનેલું અશોક ચક્ર આપણને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. ભારતની સંસ્કૃતિ તેના ધ્વજમાં જોઈ શકાય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

મિત્રો, દરેક ભારતીય માટે તેનો દેશ પહેલો આવવો જોઈએ. ભારત દુનિયાનો સૌથી મોટી લોકશાહી દેશ છે. આપણે અહીંની સંસ્કૃતિ અને સભ્યતાને નમન કરવા જોઈએ. આ શુભ અવસર પર આપણે રાષ્ટ્ર નિર્માણ, દેશનો વિકાસ અને તેનું સન્માન જાળવી રાખવાનો સંકલ્પ લઈએ. સ્વતંત્રતા દિવસના આ શુભ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચાલો આપણે આપણી પૂરી શક્તિથી બોલીએ…ભારત માતા કી જય. ભારતની જય.

Next Article