
જો તમે ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી કરવા માંગો છો, તો આ તક ગુમાવશો નહીં. ગુજરાત રાજ્યમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં (Income Tax Recruitment 2023) ઘણી જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ incometaxgujarat.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકશે. તમને જણાવી દઈએ કે આ ભરતી માટે પ્રોબેશન પીરિયડ બે વર્ષનો રહેશે.
આ વેકેન્સી માટે અરજી પ્રક્રિયા 1 ઓક્ટોબર 2023થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 15 ઓક્ટોબર 2023 સુધી અરજી કરી શકે છે. વેકેન્સીની ડિટેલ્સ વિશે વાત કરીએ તો આ ભરતી દ્વારા કુલ 59 જગ્યાઓ પર ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે. ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટરની 2 જગ્યાઓ માટે ભરતી થશે. આ સિવાય ટેક્સ આસિસ્ટન્ટ માટે 26 જગ્યાઓ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) માટે 31 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે.
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટરના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની લાયકાત વિશે વાત કરીએ તો કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે. ટેક્સ આસિસ્ટન્ટના પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને પ્રતિ કલાક 8000 ડિપ્રેશનની સ્પીડ હોવી જોઈએ. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે ઉમેદવારો માત્ર 10 પાસ હોવા જોઈએ.
ઈન્સ્પેક્ટર અને ટેક્સ આસિસ્ટન્ટના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી નિયમો મુજબ જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે, જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવશે.
સેલેરીની વાત કરીએ તો ઈન્સ્પેક્ટર ઓફ ઈન્કમટેક્સના પદ માટે 44,900 રૂપિયા સુધીનો સેલેરી પે લેવલ– 7 મુજબ પગાર આપવામાં આવશે. ટેક્સ આસિસ્ટન્ટની પોસ્ટ પર કામ કરતા ઉમેદવારોને પે લેવલ-4 મુજબ 25,500 થી રૂ. 81,100 રૂપિયા સુધીનો પગાર મળશે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે સેલેરી પે લેવલ-4 મુજબ રૂ. 18,000 થી 56,900 સુધીનો પગાર હશે.
આ પણ વાંચો: UGC NET 2023 ડિસેમ્બર પરીક્ષા માટે અરજી પ્રકિયા શરૂ, આ રીતે કરો એપ્લાય
Published On - 7:09 pm, Tue, 3 October 23