UPSC Result 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC)સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને અભિનંદન આપ્યા છે, તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, જાહેર સેવામાં ઉત્તેજક અને સંતોષકારક કારકિર્દી (Satisfied Career) તેમની રાહ જોઈ રહી છે. કારણ કે તેઓ મુખ્ય વહીવટી ભૂમિકાઓ પર આગળ વધશે. ઉપરાંત વધુમાં લખ્યુ કે, “આપણા રાષ્ટ્રની યાત્રાની મહત્વની સફર માટે શુભકામના”
Congratulations to those who successfully cleared the UPSC Civil Services examination. An exciting and satisfying career in public service awaits.
Those who have cleared the exam will go on to have key administrative roles during an important period of our nation’s journey.
— Narendra Modi (@narendramodi) September 24, 2021
નિષ્ફળ રહેલા ઉમેદવારોને આપ્યો આ મહત્વનો સંદેશ
પ્રધાનમંત્રીએ યુપીએસસીની સિવિલ પરીક્ષામાં (UPSC Examination) સફળ રહેલા ઉમેદવારોને શુભેચ્છા આપી સાથે આ પરિક્ષામાં નિષ્ફળ રહેલા ઉમેદવારોને(Candidates) પણ મહત્વનો સંદેશ આપ્યો છે,તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે,જે યુવા મિત્રોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી નથી, તેને હું કહેવા માંગુ છું કે – તમે ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિઓ છો. થોડા વધુ પ્રયાસોની રાહ છે. તે જ સમયે, દેશમાં વિવિધ તકો છે જે તમારી રાહ જોઈ રહી છે. તમે જે પણ કરવાનું નક્કી કરો તે માટે શુભકામનાઓ. ”
To those young friends who did not clear the UPSC examination, I would like to say- you are very talented individuals. There are more attempts awaiting.
At the same time, India is full of diverse opportunities waiting to be explored. Best wishes in whatever you decide to do.
— Narendra Modi (@narendramodi) September 24, 2021
સુરતના કાર્તિક જીવાણીએ સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો
ઉલ્લેખનીય છે કે, આ વખતે યુપીએસસીની સિવિલ પરીક્ષામાં (Civil Services)કુલ કુલ 761 ઉમેદવારો જ સફળ રહ્યા છે, જેમાં 545 પુરૂષો અને 216 મહિલાઓનો સમાવેશ થાય છે. UPSC દ્વારા દેશમાં અમલદારો, રાજદ્વારીઓ અને પોલીસ અધિકારીઓ સહિત અન્ય સિવિલ સેવકોની પસંદગી માટે વાર્ષિક ધોરણે આ પરીક્ષા લેવાામાં આવે છે.તમને જણાવી દઈએ કે, આ વખતે પ્રથમ વખત UPSC પરીક્ષામાં ટોપ ટેનમાં ગુજરાતના એક વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે.સુરતના કાર્તિક જીવાણીએ(Kartik Jivani) સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે.
આ પણ વાંચો: CAT 2021 અરજી ફોર્મમાં સુધારો આવતીકાલથી શરૂ થશે, આ રીતે કરી શકાશે સુધારો