Ahmedabad: બંપર વેકેન્સી…. એકાઉન્ટન્ટ, ક્લાર્ક, ટેક્નિશિયન સહિત 31 ડિપાર્ટમેન્ટમાં ખાલી છે 1100 જગ્યાઓ, જાણો ક્યારે થશે ભરતી

Sarkari Naukri Updates : ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની રિસર્ચ એન્ડ સેન્ટરમાં એકાઉન્ટન્ટ ઓફિસર્સ, નર્સ, ક્લાર્ક, સ્ટોરકીપર, લેબોરેટરી ટેક્નિશિયન સહિત 31 હોદ્દાની કુલ 1100 ભરતીની જાહેરાત (Job Vacancy) કરવામાં આવી છે.

Ahmedabad: બંપર વેકેન્સી.... એકાઉન્ટન્ટ, ક્લાર્ક, ટેક્નિશિયન સહિત 31 ડિપાર્ટમેન્ટમાં ખાલી છે 1100 જગ્યાઓ, જાણો ક્યારે થશે ભરતી
IKDRC recruitment 2023
| Edited By: | Updated on: Apr 21, 2023 | 6:17 PM

IKDRC સ્ટાફ નર્સ ભરતી 2023 ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ સ્ટાફ નર્સ માટેની સૂચના બહાર પાડવામાં આવી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની રિસર્ચ એન્ડ સેન્ટરમાં એકાઉન્ટન્ટ ઓફિસર્સ, નર્સ, ક્લાર્ક, સ્ટોરકીપર, લેબોરેટરી ટેક્નિશિયન સહિત 31 હોદ્દાની કુલ 1100 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો Ikdrc-its.org દ્વારા સંપૂર્ણ ખાલી જગ્યાઓ માટેની વિગતો ડાઉનલોડ કરી શકે છે. આ દરમિયાન 2023 IKDRC સ્ટાફ નર્સની ખાલી જગ્યાની યોગ્યતા, પગાર અને પસંદગી પ્રક્રિયા અને પરિણામની છેલ્લી તારીખની પણ જાણ કરવામાં આવી છે.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ દર વર્ષે ખાલી જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતીની સૂચના બહાર પાડે છે, સંસ્થાની પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચલાવવા માટે આ વર્ષે 2023 માં સ્ટાફ નર્સની ખાલી જગ્યા ભરવા જઈ રહી છે.

પોસ્ટ્સ કુલ ખાલી જગ્યાઓ
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ -3) 1
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ – 2) 2
ઓફિસ સુપરિડેન્ટ (વર્ગ -3) 5
સિનિયર કલાર્ક (વર્ગ -3) 9
જુનિયર કલાર્ક (વર્ગ -3) 69
પર્સનલ સેક્રેટરી (અંગ્રેજી સ્ટેનો) (વર્ગ -3) 1
હેડ ક્લાર્ક (વર્ગ -3) 3
ચીફ એકાઉન્ટ ઓફિસર (વર્ગ-1) 1
એકાઉન્ટન્ટ (વર્ગ -3) 11
સ્ટોર ઓફિસર (વર્ગ-2) 1
સ્ટોર કીપર (વર્ગ -3) 5
નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ (વર્ગ -2) 3
ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ (વર્ગ-2) 4
આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ (વર્ગ -3) 28
સિનિયર ફાર્માસિસ્ટ/ ફાર્માસિસ્ટ (વર્ગ -3) 3
જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ -3) 22
સ્ટાફ નર્સ (વર્ગ -3) 650
લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ -3) 31
લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ-3) 93
કિડની ટેકનિશિયન (HD) (વર્ગ -3) 50
આસિસ્ટન્ટ ટેકનિશિયન (વર્ગ-3) 60
એક્સ-રે ટેકનિશિયન (વર્ગ -3) 5
આસિસ્ટન્ટ એક્સ-રે ટેકનિશિયન (વર્ગ -3) 25
આસિસ્ટન્ટ ECG ટેકનિશિયન (વર્ગ -3) 4
ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ (વર્ગ -3) 32
સ્ટેટેસ્ટિશિયન (વર્ગ -3) 4
ફોટોગ્રાફર (વર્ગ -3) 3
આસિસ્ટન્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર (વર્ગ -3) 6
હેલ્થ એજ્યુકેટર (વર્ગ -3) 18
ડાયેટિશિયન (વર્ગ -3) 5
સેનેટરી ઈન્સ્પેક્ટર (વર્ગ -3) 2

યોગ્યતા

ikdrc-its.org ભરતી 2023 માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12મું પાસ છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો પણ આઈકેડીઆરસી સ્ટાફ નર્સ ભરતી 2023 ખાલી જગ્યા માટે અરજી કરવા પાત્ર છે પરંતુ તેની વય મર્યાદા ફરજિયાત છે. આઈકેડીઆરસી નોટિફિકેશન મુજબ, સામાન્ય, OBC 3 વર્ષ, SC, ST માટે નીચે આપેલ વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ સ્ટાફ નર્સ ભરતી 2023 માટે ઉપલબ્ધ છે, જે નોટિફિકેશન રિલીઝ થયાની તારીખથી લાગુ પડે છે. 18 થી 45 વર્ષ સુધીની વયના ઉમેદવારો 16 મે સુધી આઈકેડીઆરસીની ઓફિશિયલ વેબસાઈટ પરથી અરજી કરી શકશે.

આ પણ વાંચો : What is Unicorns : યુનિકોર્નની દ્રષ્ટિએ ટોપ દેશો ક્યા છે ? ભારતના સૌથી મોટા Unicornsનું નામ શું છે?

પગાર

આ ભરતીમાં વર્ગ-3ની જગ્યાઓ માટે મહિને રૂપિયા 19,950 થી 38,090 સુધીનો પગાર નક્કી કરવામાં આવ્યો છે. હોદ્દા પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય તમે વિગતવાર માહિતી ઓફિશિયલ વેબસાઈટ www.ikdrc-its.org પરથી મેળવી શકો છો.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…