IIT JAM admit card 2022 date: માસ્ટર્સ માટે જોઈન્ટ એડમિશન ટેસ્ટ (IIT JAM) એ IIT ના માસ્ટર કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા છે. આ વર્ષે IIT JAM 2022 ની પરીક્ષા (IIT JAM 2022) 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવાશે. આ માટેના એડમિટ કાર્ડ આજે, 04 જાન્યુઆરી 2022ના રોજ જાહેર થવાના હતા. પરંતુ હવે આ તારીખ લંબાવવામાં આવી છે. આ અંગેની માહિતી સત્તાવાર વેબસાઇટ jam.iitr.ac.in પર આપવામાં આવી છે.
આ વર્ષે IIT JAM પરીક્ષા IIT રૂરકી દ્વારા લેવામાં આવી રહી છે. IIT રૂરકીએ જણાવ્યું છે કે, IIT JAM 2022 એડમિટ કાર્ડ માટેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંક સત્તાવાર વેબસાઇટ jam.iitr.ac.in પર સક્રિય કરવામાં આવશે. આ પછી, ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરીને તેમનું પ્રવેશ કાર્ડ મેળવી શકશે.
નોંધ કરો કે, કોઈપણ સંજોગોમાં કોઈપણ ઉમેદવારને પ્રવેશ કાર્ડની કોઈ અલગ હાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં. એડમિટ કાર્ડની પ્રિન્ટ ઓનલાઈન લીધા પછી જ તમારે પરીક્ષા કેન્દ્ર પર જવાનું રહેશે. આના વિના તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. એડમિટ કાર્ડની સાથે, તમારે કોઈપણ માન્ય ફોટો આઈડી પ્રૂફ જેમ કે – આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, વગેરે સાથે રાખવું આવશ્યક છે.
તેનું સંપૂર્ણ ફોર્મ છે જોઈન્ટ ઓડમિશન ટેસ્ટ ફોર માસ્ટર્સ. આના દ્વારા, વિવિધ માસ્ટર પ્રોગ્રામ્સ, IIT અને IISc બેંગ્લોરના MSc કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. IIT JAM 2022 ની પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવામાં આવશે. પરિણામ 22 માર્ચ 2022ના રોજ જાહેર કરવામાં આવશે. પ્રતિકૂળ સંજોગોમાં આ તારીખો બદલવી શક્ય છે. તેથી સમય સમય પર JAM 2022 વેબસાઇટની મુલાકાત લેતા રહો.
આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે
આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર