Education : JEEની જરૂર નથી, 12 પાસને મળશે IITમાં સીધો પ્રવેશ, અહીં કરો અપ્લાઈ

|

Aug 08, 2022 | 10:07 AM

IIT Madras સપ્ટેમ્બર 2022 ટર્મ માટે B.Sc ડેટા સાયન્સ કોર્સ ઓફર કરે છે. આ કોર્સમાં પ્રવેશ માટે, વેબસાઇટ- onlinedegree.iitm.ac.in ની મુલાકાત લો.

Education : JEEની જરૂર નથી, 12 પાસને મળશે IITમાં સીધો પ્રવેશ, અહીં કરો અપ્લાઈ
IIT Students

Follow us on

હવે JEE વગર IITમાં એડમિશન લઈ શકાશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસ (Indian Institute of Technology, Madras) દ્વારા ડેટા સાયન્સમાં B.Sc પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે. આ કોર્સ 4 વર્ષનો રહેશે. આમાં પ્રવેશ લેવા માટે JEE સ્કોરની જરૂર રહેશે નહીં. IIT મદ્રાસે આજે એટલે કે 01મી ઓગસ્ટ 2022ના રોજ આ કોર્સની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, આ કોર્સ કરવાની સાથે વિદ્યાર્થીઓને કોઈપણ કંપની અથવા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 08 મહિનાની એપ્રેન્ટિસશિપ અને પ્રોજેક્ટ કરવાનો મોકો મળશે. તમે 12મી પછી ગ્રેજ્યુએશન સ્તરે ઓફર કરવામાં આવતા આ કોર્સમાં નોંધણી કરાવી શકો છો. આ અંગે વેબસાઇટ onlinedegree.iitm.ac.in પર એક સૂચના જાહેર કરવામાં આવી છે.

IIT મદ્રાસ દ્વારા ઓફર કરવામાં આવતા આ કોર્સ માટે 13,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ તમિલનાડુના છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. વ્યક્તિગત પરીક્ષા ભારતના 111 શહેરોમાં 116 પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવે છે. આ ઉપરાંત UAE, બહેરીન, કુવૈત અને શ્રીલંકામાં પણ પરીક્ષા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

કેવી રીતે અરજી કરવી?

આ કોર્સમાં પ્રવેશ લેવા માટે, વિદ્યાર્થીઓએ IIT મદ્રાસની ઓફિશિયલ વેબસાઇટ – onlinedegree.iitm.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સપ્ટેમ્બર 2022ની મુદત માટેની અરજી પ્રક્રિયા 19 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

BSc Date Science અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અહીં ક્લિક કરો.

કોણ પ્રવેશ લઈ શકશે?

IIT મદ્રાસ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ કોર્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરવા પાત્ર છે. તમને જણાવી દઈએ કે, આ કોર્સમાં એડમિશન લેવા માટે 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જરૂરી નથી. આ માટે કોઈ વય મર્યાદા નથી. વિદ્યાર્થીઓએ માત્ર 10મા ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષયો હોવા જોઈએ.

પ્રોફેસર વી. કામકોટી, ડાયરેક્ટર, IIT મદ્રાસએ કહ્યું કે, આ કોર્સ IIT મદ્રાસ દ્વારા સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સંસ્થા ડેટા સાયન્સ અને એપ્લિકેશન ડિગ્રીમાં B.Sc ઓફર કરીને ખુશ છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને સંશોધનની સાથે પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે. આ કોર્સ પછી ડાયરેક્ટ પ્લેસમેન્ટ ઓફર પણ આવશે. આ એક જોબ જનરેટીંગ કોર્સ સાબિત થવા જઈ રહ્યો છે.

Next Article