
દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક IIM Kozhikodeમાંથી MBA કર્યા બાદ પણ જો કોઈ ઉમેદવારને નોકરી માટે એક પણ કોલ ન મળે, તો આ વાત આશ્ચર્યજનક લાગી શકે છે. જોકે, એક Reddit યુઝર સાથે આવું જ બન્યું છે. ત્રણ વર્ષનો Data Analyticsનો અનુભવ ધરાવતા આ ઉમેદવારે જણાવ્યું કે તેણે 250થી વધુ નોકરીઓ માટે અરજી કરી છે, પરંતુ હજુ સુધી એક પણ ઈન્ટરવ્યૂ કોલ આવ્યો નથી.
ઉમેદવારે જણાવ્યું કે તે પોતાની વર્તમાન કંપની Genman માં ખુશ નથી અને તેથી નવી નોકરી મેળવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યો છે. LinkedIn અને Naukri જેવા Job Portals પર અરજી કરવાની સાથે તેણે Recruiters અને Hiring Managers ને Cold Emails પણ મોકલ્યા હતા. iimjobs સહિત અનેક પ્લેટફોર્મ પર સતત પ્રયાસ કરવા છતાં તેને કોઈ ખાસ પરિણામ મળ્યું નથી.
ઉમેદવારે લખ્યું કે અત્યાર સુધીમાં તે 250થી વધુ Applications મોકલી ચૂક્યો છે. તેમાંથી ઘણી Applications સીધી Reject થઈ ગઈ છે. જ્યારે ઘણી જગ્યાએથી કોઈ જવાબ જ મળ્યો નહીં. તેના માટે સૌથી નિરાશાજનક બાબત એ રહી કે આટલા બધા પ્રયાસો બાદ પણ તેને એક પણ Callback મળ્યો નથી.
Reddit પર આ પોસ્ટ સામે આવ્યા બાદ ઘણા લોકોએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. એક યુઝરે જણાવ્યું કે તેની પાસે 8 વર્ષથી વધુનો અનુભવ અને Tier-1 MBA છે. તે પણ એક વર્ષથી વધુ સમયથી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. તેણે તો એવું પણ કહ્યું કે તે ઓછી Salary પર કામ કરવા માટે પણ તૈયાર હતો, છતાં કોઈ તક મળી નથી. અન્ય એક યુઝરે વર્તમાન Job Marketને ખૂબ જ પડકારજનક ગણાવ્યો. તેણે કહ્યું કે આગામી સમયમાં AI અને ChatGPT જેવા Tools નો વધતો ઉપયોગ રોજગાર ક્ષેત્રની સ્થિતિને વધુ બદલી શકે છે.