IGNOU Online MBA Admission 2022: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)માં પ્રવેશ માટેની અરજી બહાર પાડી છે. આ ઓનલાઈન પ્રોગ્રામ તાજેતરમાં IGNOU દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી સત્ર માટેના કાર્યક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ કોર્સમાં પ્રવેશ લેવા માંગતા તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. પ્રોગ્રામ કોઓર્ડિનેટર નયનતારા પાધીએ જણાવ્યું હતું કે, MBA પ્રોગ્રામના અનેકગણા ફાયદા છે અને તે શીખનારાઓ માટે પરંપરાગત અને નવીનતમ મેનેજમેન્ટ કોન્સેપ્ટ્સ પર જ્ઞાન મેળવવા અને તેને વ્યવહારમાં લાગુ કરવા માટે ફાયદાકારક રહેશે. 11 જાન્યુઆરીના રોજ IGNOUએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય MBA પ્રોગ્રામ શરૂ કર્યો છે.
પ્રોગ્રામને AICTE દ્વારા મંજૂરી આપવામાં આવી છે. MBA પ્રોગ્રામને વિષયના નિષ્ણાતો અને ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (Human Resource Management), ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (Financial Management), માર્કેટિંગ મેનેજમેન્ટ (Marketing Management), ઓપરેશન્સ મેનેજમેન્ટ (Operations Management), સર્વિસ મેનેજમેન્ટ એમ પાંચ અલગ અલગ વિશેષતાઓ પ્રદાન કરે છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 50 ટકા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 45 ટકા માર્ક્સ સાથે પાસ થવું ફરજિયાત છે.
તેઓ કોઈપણ પ્રવેશ પરીક્ષા વિના આ કોર્સમાં સીધો પ્રવેશ લઈ શકે છે. આ કોર્સની ફી પણ ઘણી સસ્તી છે. આ કોર્સ ઉમેદવારોની દરેક શ્રેણીના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરવામાં આવ્યો છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ ignuiop.samarth.edu.in પર IGNOUની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
જાહેર કરાયેલી પ્રેસ રીલીઝ મુજબ, MBA ઓનલાઈન પ્રોગ્રામ માટે બહુવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. આ કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી ડિજિટલી અસિંક્રોનસ અને સિંક્રનસ કાઉન્સેલિંગ, મોબાઈલ એપ, ઈ-મેલ જેવા પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા આગળ વધશે.
આ પ્રોગ્રામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન મોડ દ્વારા ઓફર કરવામાં આવે છે, જેમાં પોસાય તેવી ફી છે.” આ કોર્સનો સમયગાળો બે વર્ષનો છે અને મહત્તમ સમયગાળો ચાર વર્ષનો છે. કોર્સ સંબંધિત વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. આ કોર્સનો લાભ ઘણા વિદ્યાર્થીઓને મળશે. જે વિદ્યાર્થીઓ મોંઘી ફીના કારણે કોર્સ કરી શકતા નથી તેઓ આ કોર્સનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો: NTPC : જનરલ સર્જન અને સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી
આ પણ વાંચો: UPSC Success Story: પિતા મારુતિની ફેક્ટરીમાં હતા કામદાર, દીકરી મોહિતા શર્મા આવી રીતે બની IPS ઓફિસર