IGNOUએ બેન્કિંગ અને ફાઇનાન્સમાં MBA અભ્યાસક્રમ શરૂ કર્યો, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

|

Sep 17, 2021 | 4:11 PM

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ MBA કોર્સ શરૂ કર્યો છે, જે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા માન્ય છે.

IGNOUએ બેન્કિંગ અને ફાઇનાન્સમાં MBA અભ્યાસક્રમ શરૂ કર્યો, જાણો અભ્યાસક્રમની તમામ વિગત
IGNOU launches aicte approved mba programmes

Follow us on

IGNOU : ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ બેન્કિંગ અને ફાઇનાન્સમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) કોર્સ શરૂ કર્યો છે. જે પ્રોગ્રામ AICTE દ્વારા માન્ય છે. ઉમેદવારો MBA પ્રોગ્રામ માટે IGNOU ની સત્તાવાર વેબસાઇટ ignou.ac.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

અભ્યાસક્રમ માટે કેટલા ટકા ગુણ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ?

યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગ અને શૈક્ષણિક જરૂરિયાતોને આધારે સંપૂર્ણપણે આ અભ્યાસક્રમનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. 50 ટકા ગુણ ધરાવતા સામાન્ય વર્ગના ઉમેદવારો અને 45 ટકા ગુણ ધરાવતા અનામત વર્ગના ઉમેદવારો આ અભ્યાસક્રમ માટે અરજી કરી શકે છે. ભારત અને સિલેક્ટેડ વિદેશી દેશોના(Selected foreign Countries)  ઉમેદવારો પણ આ કોર્સ માટે અરજી કરી શકે છે.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

અભ્યાસક્રમમાં પ્રવેશ માટે યુનિવર્સિટી(University)  દ્વારા કોઈ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે નહીં,એમબીએ કોર્સ (MBA Course)પાંચ જુદી જુદી વિશેષતા પ્રદાન કરે છે, જેમાં માનવ સંસાધન વ્યવસ્થાપન, નાણાકીય વ્યવસ્થાપન, માર્કેટિંગ વ્યવસ્થાપન, સંચાલન વ્યવસ્થાપન અને સેવા વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

પ્રોગ્રામનો સમયગાળો

પ્રોગ્રામનો સમયગાળો લઘુતમ 2 વર્ષ અને મહત્તમ 4 વર્ષ રાખવામાં આવ્યો છે. અભ્યાસક્રમ માટે અરજી (Application) કરવા ઇચ્છુક ઉમેદવારો 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં અરજી કરી શકે છે. બંને MBA અભ્યાસક્રમો માટે અરજી કરવાની લિંક IGNOU ની સત્તાવાર સાઇટ પર ઉપલબ્ધ છે.

IGNOU MBA Admissions 2021 માટે આ રીતે કરી શકશો રજીસ્ટ્રેશન

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ignouadmission.samarth.edu.in પર જાઓ.
Step 2: પછી વેબસાઇટ પર આપવામાં આવેલી Click here for new registration ની લિંક પર ક્લિક કરો.
Step 3: બાદમાં તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો.
Step 4: હવે લોગ ઈન કરીને તમારું અરજી ફોર્મ ભરો.
Step 5: ફોટો અને સહી અપલોડ કરો.
Step 6: હવે અરજી ફી સબમિટ કરો.
Step 7: બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી લો.

 

આ પણ વાંચો: Sarkari Naukri 2021: તમે 10 પાસ છો ? સરકારી નોકરી જોઈએ છે ? પોસ્ટલ વિભાગમાં નોકરી માટે છે મોટી તક

આ પણ વાંચો:  Income Tax Recruitment 2021: સ્નાતકો માટે નોકરી મેળવવાની ઉજ્જવળ તક , જાણો કેવી રીતે કરવી અરજી

Next Article