ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ ICSI CS પરીક્ષા 2021 ટાઇમ ટેબલ સંબંધિત એક મહત્વપૂર્ણ નોટિસ બહાર પાડી છે. નોટિસ 10 ઓગસ્ટથી 20 ઓગસ્ટ 2021 સુધી યોજાનારી કંપની સેક્રેટરીની પરીક્ષા જૂન 2021 સત્રની પરીક્ષા સંબંધિત છે. સત્તાવાર નોટિસ icsi.edu પર ચકાસી શકાય છે. સત્તાવાર સૂચના મુજબ કંપની સેક્રેટરીની પરીક્ષા સંસ્થાની વેબસાઇટ પર આપવામાં આવેલા શેડ્યૂલ મુજબ 20 ઓગસ્ટ 2021ના રોજ લેવામાં આવશે. અગાઉ જાહેર કરાયા મુજબ ટાઇમ ટેબલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પરીક્ષા 10 ઓગસ્ટથી 20 ઓગસ્ટ 2021સુધી સુનિશ્ચિત થયેલ છે. સંસ્થાએ 20 ઓગસ્ટ, 2021 સુધી CS પરીક્ષા માટે ઓપ્ટ આઉટ વિકલ્પ પણ આપ્યો છે. જે ઉમેદવારો જૂનથી ડિસેમ્બરની પરીક્ષામાંથી બહાર રહેવા માંગતા હોય તેઓ આવું કરી શકે છે. આ સિવાય 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર, 2021 સુધી તે ઉમેદવારો ઓપ્ટ આઉટ કરવાની સુવિધાનો ઉપયોગ કરી શકશે જેમને કોરોના થયો હશે. વધુ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ www.icsi.edu તપાસવાની સલાહ આપવામાં આવે છે.
નોટિસ જોવા માટે અહીં ક્લિક કરો.
આ પણ વાંચો: શાહરૂખ ખાને એક સેલ્ફી શેર કરીને પોતાને કહ્યો ‘ગુંડા’, તો રણવીર સિંહે આપી આવી પ્રતિક્રિયા
પંજાબની શાળાઓમાં થશે 10 હજાર કોવિડ ટેસ્ટ
પંજાબ (Punjab) સરકારે આદેશ આપ્યો કે રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR) કરવામાં આવે. સરકારનો આ આદેશ ઓછામાં ઓછા 26 વિદ્યાર્થીઓના કોરોના વાયરસથી સંક્રમિત થયા તે બાદ આવ્યો છે. મંગળવારે લુધિયાણાની બે સ્કૂલના 20 વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત હતા. જ્યારે બુધવારે હોશિયારપુર જિલ્લાની એક સરકારી સ્કૂલના છ વિદ્યાર્થી કોવિડ પોઝિટિવ હતા
પંજાબ સરકારે બે ઑગષ્ટથી તમામ શાળાઓ ખોલવાની પરવાનગી આપી છે. અહીં એક નિવેદન પ્રમાણે કોરોના વાયરસ મહામારીની સ્થિતિની સમીક્ષા માટે આયોજિત બેઠકની અધ્યક્ષતા કરતા પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને નિર્દેશ આપ્યો કે રાજ્યની સ્કૂલમાં ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે.