
ICSE, ISC Result 2021: કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામ (CISCE) ICSE દ્વારા 10મા અને ISC 12માના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12નું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ, cisce.org અને results.cisce.org પર ઉપલબ્ધ છે. અને કાઉન્સિલના કારકિર્દી પોર્ટલ અને એસએમએસ દ્વારા પણ જોવા મળી શકે છે.
તમને જણાવી દઈએ કે સીબીએસઈની પરીક્ષા રદ થયા પછી, આઈસીએસઈ કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામ દ્વારા 10 અને 12 ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે બોર્ડને 31મી જુલાઇ સુધીમાં 12માનું પરિણામ જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો.
CISCE 10th 12th Result 2021 Direct Link
વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા પણ પોતાનું પરિણામ ચકાસી શકશે. SMS પર પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ‘ICSE/ISC (Unique ID)’ મોબાઈલ નંબર 09248082883 પર મોકલવા પડશે.