ICAI CA Inter Result 2021 : CA ઇન્ટર પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ

|

Sep 19, 2021 | 12:23 PM

જે વિદ્યાર્થીઓ સીએ ઇન્ટર પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ ICAIની સતાવાર વેબસાઈટ icaiexam.icai.org પરથી પરિણામ ચેક કરી શકશે.

ICAI CA Inter Result 2021 : CA ઇન્ટર પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ
CA Result-2021

Follow us on

ICAI CA Inter Result 2021 :  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ની ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુ છે. આ અંગે ICAI દ્વારા પરિણામની નોટિસ જાહેર કરવામાં આવી હતી.

સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ (ICAI CA Inter Result 2021) 28 જૂનથી 20 જુલાઇ દરમિયાન લેવામાં આવી હતી, ઉપરાંત ઓપ્ટ આઉટ વિકલ્પ પસંદ કરેલા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા 6 જુલાઇથી 20 જુલાઇ દરમિયાન લેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં હાજર રહ્યા હતા. તેઓ ICAI ની સતાવાર વેબસાઈટ icaiexam.icai.org પર જઈને પરિણામ જોઈ શકશે.

આ સરળ સ્ટેપથી પરિણામ ચકાસો

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

Step:1 પરિણામ તપાસવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ caresults.icai.org અને icai.nic.in પર જાઓ
Step:2 વેબસાઇટના હોમ પેજ પર, સીએ ઇન્ટરમીડિયેટ પરિણામ જુલાઈ 2021 લિંક પર ક્લિક કરો.
Step:3 હવે તમારો રોલ નંબર અને જરૂરી માહિતી સબમિટ કરો.
Step:4 પરિણામ સ્ક્રીન પર જોવા મળશે
Step:5 હવે તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

CA ફાઈનલ અને ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ 

સીએ ફાઉન્ડેશન 2021 જુલાઈ અને સીએ ફાઈનલ 2021 જુલાઈ પરીક્ષાના પરિણામો પહેલાથી જ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારોને icaiexams.icai.org પર રજીસ્ટ્રેશન (Registration) કરવાની તક પણ આપવામાં આવી હતી જેથી તેઓ ઇમેઇલ (EMail) પર તેમના પરિણામો મેળવી શકે. ઈન્ટરમીડિયેટ અભ્યાસક્રમની બંને પરીક્ષાઓમાં સફળ ઉમેદવારોને 18 મહિનાની તાલીમ આપવામાં આવશે. ઉમેદવારે દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 ટકા સ્કોર સાથે કુલ 50 ટકા ગુણ મેળવવા પડશે. ઈન્ટરમીડિયેટ અભ્યાસક્રમના દરેક તબક્કામાં કુલ 4 વિષયો છે.

ઇમેઇલ દ્વારા પણ મેળવી શકશો પરિણામ

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ વિદ્યાર્થીઓના ઈમેલ આઈડી પર CA Intermediate Result 2021 (ICAI CA Inter Result 2021) ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરી છે. જેથી વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે પોર્ટલ icaiexam.icai.org પર જઈને ઈમેઈલ દ્વારા પરિણામ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.ICAI દ્વારા આ વિદ્યાર્થીઓનું પરિણામ ઇમેઇલ પર મોકલવામાં આવશે.

 

આ પણ વાંચો: CBSE CTET 2021 : CTET પરીક્ષાની તારીખો જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે પરીક્ષા

આ પણ વાંચો:  IGNOUએ બેન્કિંગ અને ફાઇનાન્સમાં MBA અભ્યાસક્રમ શરૂ કર્યો, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

Next Article