ICAI CA Exam 2021: CAની ડિસેમ્બર પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થશે શરૂ, અહીં જુઓ તમામ વિગતો

|

Oct 10, 2021 | 4:44 PM

ICAI CA Exam 2021: ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI) ડિસેમ્બર મહિનામાં વિવિધ અભ્યાસક્રમો માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) પરીક્ષા 2021નું આયોજન કરશે.

ICAI CA Exam 2021: CAની ડિસેમ્બર પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થશે શરૂ, અહીં જુઓ તમામ વિગતો
ICAI CA Exam 2021:

Follow us on

ICAI CA Exam 2021: ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI) ડિસેમ્બર મહિનામાં વિવિધ અભ્યાસક્રમો માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) પરીક્ષા 2021નું આયોજન કરશે. ડિસેમ્બરની પરીક્ષાઓ માટે સંસ્થા ફરીથી નોંધણી શરૂ કરશે. રજિસ્ટ્રેશનની વિગતો માટે તમે સત્તાવાર વેબસાઇટ- icai.org ની મુલાકાત લઈને અરજી કરી શકો છો.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, તમે 11 ઓક્ટોબર 2021 થી અરજી કરી શકો છો. ICAI CA ની પરીક્ષા 5 ડિસેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે. આઈસીએઆઈ દ્વારા એડમિટ કાર્ડ સમયસર જારી કરવામાં આવશે અને તેનું નોટિફિકેશન પણ જલ્દી જારી કરવામાં આવશે.

તમે આ રીતે કરો રજિસ્ટ્રેશન

સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ icaiexam.icai.org પર જાઓ.
સ્ટેપ 2: પછી વેબસાઇટ પર આપેલી નોંધણી માટે લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: તે પછી તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને નોંધણી કરો.
સ્ટેપ 4: હવે પ્રવેશ કરો અને તમારું અરજી ફોર્મ ભરો.
સ્ટેપ 5: ફોટો અને સહી અપલોડ કરો.
સ્ટેપ 6: તે પછી અરજી ફી સબમિટ કરો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ડિસેમ્બર રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન

ડિસેમ્બર રાઉન્ડ માટે CA પરીક્ષા 2021 ફાઈનલ, ઈન્ટરમીડિએટ (IPC), ફાઉન્ડેશન અને પોસ્ટ લાયકાત અભ્યાસક્રમો માટે લેવામાં આવશે. આ પોસ્ટ લાયકાત અભ્યાસક્રમો (સત્તાવાર નોટિસમાં જણાવ્યા મુજબ) વીમા અને જોખમ વ્યવસ્થાપન (IR) તકનીકી પરીક્ષા, આંતરરાષ્ટ્રીય કરવેરા-આકારણી પરીક્ષણ (INTT-AT) અને આંતરરાષ્ટ્રીય વેપાર કાયદો અને વિશ્વ વેપાર સંગઠન (ITL અને WTO) પણ શામેલ છે.

મહત્વપૂર્ણ તારીખો

ડિસેમ્બર પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ફરી શરૂ – 11 ઓક્ટોબર 2021
રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ – 12 ઓક્ટોબર 2021 રાત્રે 11:59 વાગ્યે
CA ડિસેમ્બર પરીક્ષા 2021 તારીખ – 5 થી 20 ડિસેમ્બર 2021
ડિસેમ્બર સાયકલ માટે CA પરીક્ષા 2021 5 થી 20 ડિસેમ્બર 2021 સુધી યોજાશે.

અરજી ફી

પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે 600 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. સત્તાવાર નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “પ્રવર્તમાન કોવિડ -19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય વિદ્યાર્થીઓના કલ્યાણ અને તેમની મુશ્કેલી ઓછી કરવા માટે લેવામાં આવ્યો છે.” ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ડિસેમ્બરની પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન માત્ર બે દિવસ માટે ખુલ્લું રહેશે અને તેમને લેટ ફી પણ ચૂકવવી પડશે.

 

આ પણ વાંચો: NIA એ જમ્મુ -કાશ્મીરમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા, મામલો યુવાનોને ઉશ્કેરનારા ‘વોઈસ ઓફ હિન્દ’ મેગેઝિન સાથે સંબંધિત

Next Article