IBPS RRB Result 2021: ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટનું પ્રોવિઝનલ લિસ્ટ થયુ જાહેર, આ રીતે ચકાસો

|

Oct 30, 2021 | 2:06 PM

IBPS RRB પરિણામ 2021 માટે પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને લિસ્ટ ચકાસી શકે છે.

IBPS RRB Result 2021: ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટનું પ્રોવિઝનલ લિસ્ટ થયુ જાહેર, આ રીતે ચકાસો
IBPS RRB Result 2021

Follow us on

IBPS RRB Result 2021:  IBPS દ્વારા RRB પરિણામ 2021 માટે પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે આ લિસ્ટ (Provisional List) બહાર પાડવામાં આવ્યુ છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેઓ IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર લિસ્ટ તપાસી શકે છે. અનામત નીતિ અંગેની સરકારી માર્ગદર્શિકા, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ વિવિધ માર્ગદર્શિકા, વહીવટી જરૂરિયાત વગેરેને ધ્યાનમાં રાખીને આ પ્રોવિઝનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે.

આ રીતે ચકાસો પ્રોવિઝનલ લિસ્ટ

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
Step 2: વેબસાઇટ પર આપેલ પ્રોવિઝનલ લિસ્ટ પર ક્લિક કરો.
Step 3: હવે જરૂરી વિગત ભરીને લોગ ઈન કરો.
Step 4: પ્રોવિઝનલ લિસ્ટ તમારી સ્ક્રીન પર દેખાશે, હવે તેને તપાસો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પ્રોબેશનરી ઓફિસર્સની પરીક્ષા તારીખ જાહેર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા પ્રોબેશનરી ઓફિસર્સની (Probationary Officers) પોસ્ટ પર ભરતી માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આ સ્થિતિમાં જે ઉમેદવારો આ ખાલી જગ્યા માટે અરજી કરેલી છે તેઓ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને વિગતો જોઈ શકે છે.

IBPS PO માં ઉમેદવારોને ઓનલાઇન અરજી માટે 10 નવેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખો કે ફી સબમિટ કરવાની પણ આ છેલ્લી તારીખ આજે જ છે. IBPS દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, પ્રિલિમ પરીક્ષા 4 થી 11 ડિસેમ્બર, 2021 દરમિયાન લેવામાં આવશે. તેમજ મુખ્ય પરીક્ષા જાન્યુઆરી 2022 માં લેવામાં આવી શકે છે.

4135 જગ્યા માટે ભરતી કરવામાં આવશે

કુલ 4135 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતીમાં જનરલ કેટેગરીના (General category) ઉમેદવારો માટે 1600 જગ્યાઓ રાખવામાં આવી છે. આ સિવાય OBC કેટેગરીના ઉમેદવારો માટે 1102 સીટો, SC કેટેગરીના ઉમેદવારો માટે 679 સીટો, ST કેટેગરીના ઉમેદવારો માટે 350 સીટો અને આર્થિક રીતે નબળા (EWS) કેટેગરી માટે 404 સીટો ફાળવવામાં આવી છે.

 

આ પણ વાંચો: UPSC Prelims Result 2021: સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરિક્ષાના પરિણામો થયા જાહેર, સીધી લિંક દ્વારા કરો ચેક

આ પણ વાંચો: IIT Recruitment 2021: IITમાં ઘણી જગ્યાઓ માટે બહાર પડી ભરતી, 16 નવેમ્બર સુધીમાં કરો અરજી

Next Article