
સરકારી બેંકોમાં POની પોસ્ટ પર નોકરી મેળવવાની તક છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન IBPS તરફથી ખાલી જગ્યા બહાર આવી છે. આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ હજુ સુધી આ જગ્યા માટે અરજી કરી નથી તેઓ IBPS ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જઈને અરજી કરી શકે છે.
આ પણ વાંચો : IBPS Clerk Recruitment 2023: સરકારી બેંકમાં ક્લાર્કની 4000 થી વધુ જગ્યાઓ, આજે જ અરજી કરો
IBPS દ્વારા જાહેર કરાયેલી આ ખાલી જગ્યા માટે નોંધણી પ્રક્રિયા 1 ઓગસ્ટ 2023 ના રોજ શરૂ થઈ હતી. આમાં હવે અરજી માટે 28 ઓગસ્ટ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ જગ્યા માટે પ્રિલિમ પરીક્ષા સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લેવામાં આવશે. જ્યારે મેન્સની પરીક્ષા નવેમ્બરમાં લેવામાં આવી શકે છે.
આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા ફી જમા કરાવ્યા પછી જ પૂર્ણ ગણવામાં આવશે. આ જગ્યા માટે અરજી કરનારા જનરલ અને ઓબીસી ઉમેદવારોએ ફી તરીકે રુપિયા 850 જમા કરાવવાના રહેશે. આ સિવાય એસસી, એસટી અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોની ફી 175 રૂપિયા છે. ફી ઓનલાઈન જમા કરાવી શકાશે.
સરકારી બેંકોમાં POની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો મૂળ પગાર 36,000 રૂપિયા છે. આ પછી, વિશેષ ભથ્થું, મોંઘવારી ભથ્થું અને મકાન ભાડા ભથ્થા જેવા લાભો ઉમેર્યા પછી, પગાર 57,600 રૂપિયા થઈ જાય છે. આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોએ પહેલા પ્રિલિમ પરીક્ષામાં હાજર રહેવું પડશે. પસંદગી પામેલા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. વધુ વિગતો માટે ઓફિશિયલ સૂચના જુઓ.