IBPS Clerk 2021 : CRP ક્લાર્ક-XI પ્રિલિમ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

|

Nov 27, 2021 | 9:33 AM

IBPS એ CRP Clerkની પ્રિલિમ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યુ છે. જે ઉમેદવારોએ અરજી કરેલી છે,તેઓ IBPSની વેબસાઇટ ibps.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

IBPS Clerk 2021 : CRP ક્લાર્ક-XI પ્રિલિમ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
IBPS Clerk Prelims Admit Card

Follow us on

IBPS Clerk Prelims Admit Card 2021:  ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનએ (IBPS) CRP Clerk Xi પ્રિલિમિનરી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યુ છે. જે ઉમેદવારોએ અરજી કરેલી છે, તેઓ IBPSની અધિકૃત વેબસાઇટ ibps.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, IBPS પ્રિલિમિનરી પરીક્ષા (Preliminary examination) ઓનલાઈન મોડમાં લેવામાં આવશે.ઉમેદવારોએ પરીક્ષા સ્થળે આ એડમિટ કાર્ડ સાથે રાખવાનુ રહેશે.

આટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે, IBPS ક્લાર્ક 2021 ની પ્રિલિમ પરીક્ષા 12 અને 19 ડિસેમ્બર 2021 ના ​​રોજ 7858 ખાલી જગ્યાઓની ભરતી માટે લેવામાં આવી રહી છે. IBPS ક્લાર્ક 2021 પરીક્ષા માટે અરજી કરી હોય તેવા તમામ અરજદારો IBPS ક્લાર્ક પ્રિલિમ્સ એડમિટ કાર્ડ લિંક પરથી સીધા જ IBPS ક્લાર્ક પ્રિલિમ પરીક્ષા માટે તેમનું એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

Step :1સૌપ્રથમ ઉમેદવારો IBPSની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
Step :2 સીઆરપી ક્લાર્ક-XI માટે ઓનલાઈન પ્રિલિમિનરી પરીક્ષા કોલ લેટર લિંક પર ક્લિક કરો.
Step :3 જરૂરી માહિતી દાખલ કરો.
Step :4 હવે એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
Step :5 ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

આ તારીખે પરીક્ષા યોજાશે

ઉમેદવારોએ લેવી કે, એડમિટ કાર્ડ એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ (Important Document) છે જેના વગર તમને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળી શકશે નહિ. CRP ક્લાર્ક-XI પ્રિલિમિનરી પરીક્ષા 12 અને 19 ડિસેમ્બર 2021ના રોજ લેવામાં આવશે. પરીક્ષા માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે. તે કુલ 100 માર્કસ માટે લેવામાં આવશે. ઉમેદવારોને અંગ્રેજી ભાષા, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટીના પ્રશ્નો પૂછવામાં આવશે.

 

આ પણ વાંચો : IIT Delhi Placement 2021: IIT દિલ્હી વર્ચ્યુઅલ મોડ પ્લેસમેન્ટ ડ્રાઇવ 1 ડિસેમ્બરથી થશે શરૂ, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો : Oil India admit card: ઓઈલ ઈન્ડિયા જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં લિંક દ્વારા કરો ડાઉનલોડ

Next Article