IBPS Recruitment 2021: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા કારકુન પદ માટે મોટી માત્રામાં ખાલી પડેલ જગ્યા માટે ફરી એક વાર અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. IBPS દ્વારા આ ભરતી હેઠળ કુલ 5858 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હોય તેઓ IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.
ભરતીની વિગતો
IBPS દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, કુલ 5858 કારકુનની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ફરી શરૂ થઈ છે. જેમાં અરજીની પ્રક્રિયા 07 ઓક્ટોબર 2021 થી શરૂ થશે. ઉમેદવારોને અરજી કરવા માટે 27 ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ખાલી જગ્યા માટે પ્રિલિમ પરીક્ષા(Prelim Exam) ડિસેમ્બર મહિનામાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, 11 જુલાઈ 2021 ના રોજ નોટિફિકેશન જાહેર કરીને 1 ઓગસ્ટ 2021 સુધી આ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.
અરજી કઈ રીતે કરવી ?
Step:1 સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- ibps.in પર જાઓ.
Step:2 વેબસાઈટના હોમ પેજ પર Latest Notification પર જાઓ.
Step:3 જેમાં, COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING BANKS (CRP CLERKS-XI)પર ક્લિક કરો.
Step:4 હવે New Registration લિંક પર ક્લિક કરો
Step:5 વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો.
Step:6 રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઈન કરો.
Step:7 હવે, અરજી ફોર્મ ભરો.
Step:8 પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
લાયકાત અને વય મર્યાદા
IBPS દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, અરજી કરનાર ઉમેદવારો પાસે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી (University) કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત ઉંમર 20 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજદારોની ઉંમર 1 જુલાઈ 2021 થી ગણવામાં આવશે.
અરજી ફી
IBPS ક્લાર્ક ભરતી 2021 અરજીની પ્રક્રિયા હેઠળ, ઉમેદવારો 27 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેમજ, જનરલ, ઓબીસી અને EWAS ઉમેદવારોએ પણ 850 રૂપિયાની નિયત પરીક્ષા ફી ચૂકવવી પડશે. જ્યારે SC,ST,PH ઉમેદવારો માટે ફી 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 27 ઓક્ટોબર સુધીમાં ફી (Exam Fee) ભરવાની રહેશે.
આ પણ વાંચો : CAG Recruitment 2021: CAGમાં ઓડિટર અને ક્લાર્ક સહિત ઘણા પદ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
આ પણ વાંચો : UGC Scholarship 2021: કોલેજના વિદ્યાર્થીઓ માટે યુજીસીની 4 સ્કોલરશિપ સ્કીમ, 36,200 રૂપિયા સુધીનું મેળશે સ્ટાઇપેન્ડ