
ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શને ક્લાર્કની મુખ્ય પરીક્ષા 2023 (IBPS Clerk Exam 2023) માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ઉમેદવારો IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in દ્વારા પરીક્ષા પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. IBPS ક્લાર્ક મુખ્ય પરીક્ષા 7 ઓક્ટોબર 2023 ના રોજ દેશભરમાં જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશે. ઉમેદવારો તેમના રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
IBPS ક્લાર્ક મેન્સ પરીક્ષામાં 200 ગુણના કુલ 190 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નોના જવાબ માટે કુલ 160 મિનિટનો સમય આપવામાં આવશે. મુખ્ય પ્રશ્નપત્રમાં રિઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, અંગ્રેજી ભાષા અને જનરલ/ફાઇનાન્સિયલ અવેરનેસ જેવા વિષયોના પ્રશ્નોનો સમાવેશ થશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
મુખ્ય પરીક્ષામાં માત્ર તે જ ઉમેદવારો બેસશે જેમણે પ્રારંભિક પરીક્ષા પાસ કરેલી છે. IBPS ક્લાર્કની પ્રારંભિક પરીક્ષા 26, 27 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. ત્યારબાદ તેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 4545 ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવનાર છે.
આ પણ વાંચો : IBPS ક્લાર્કનું પરિણામ આ રીતે તપાસો, સપ્ટેમ્બરમાં યોજાશે મુખ્ય પરીક્ષા, વેબસાઈટ પર જોઈ શકાશે સમય પત્રક
ક્લાર્કની ભરતી માટે અરજી પ્રક્રિયા 28 જુલાઈ 2023 સુધી ચાલી હતી. તેના માટે જરૂરી શૈક્ષણિક લાયકાત સ્નાતક હતી. SC/ST/PWD ઉમેદવારો માટે અરજી ફી 175 રૂપિયા હતી જ્યારે અન્ય કેટેગરી માટે ફી 850 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. અરજદારની ઉંમર 20-28 વર્ષની વચ્ચે હોવી જરૂરી હતી. અરજીઓ ઓનલાઈન મોડમાં લેવામાં આવી હતી.