IB Recruitment 2022: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સરકારી નોકરી મેળવવાની તક, 766 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી વેકેન્સી

|

Jul 07, 2022 | 7:27 AM

વેકેન્સી અનુસાર આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત સિક્યોરિટી અથવા ઇન્ટેલિજન્સનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

IB Recruitment 2022: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સરકારી નોકરી મેળવવાની તક, 766 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી વેકેન્સી
Sarkari Naukri

Follow us on

IB Recruitment 2022: કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ઘણી જગ્યાઓની ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ખાલી જગ્યા દ્વારા કેન્દ્રીય સ્તરે સરકારી નોકરી (Sarkari Naukri) મેળવવાની એક મોટી તક ઉભી થઈ છે. આ ખાલી જગ્યામાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર અને જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર સહિત ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારો આ ખાલી જગ્યા માટે અરજી કરવા માંગે છે તેઓએ અધિકૃત વેબસાઇટ- mha.gov.in ની મુલાકાત લઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 19 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો વેબસાઇટની મુલાકાત લઈ અરજી ફોર્મ જોઈ શકે છે.

ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જારી કરાયેલ આ ખાલી જગ્યા માટે ઑફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોએ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેને ભરીને મોકલવું પડશે. આ સરનામે અરજી મોકલવાણી રહેશે- આસિસ્ટન્ટ ડાયરેક્ટર/જી-3, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગૃહ મંત્રાલય, 35 એસપી માર્ગ, બાપુ ધામ, નવી દિલ્હી-110021

આ જગ્યાઓ પર ભરતી થશે

  • Assistant Central Intelligence Officer I – 70 Posts
  • Assistant Central Intelligence Officer II – 350 Posts
  • Junior Intelligence Officer I – 50 Posts
  • Junior Intelligence Officer II – 100 Posts
  • Security Assistant – 100 Posts
  • Junior Intelligence (Officer Motor Transport) I – 20 Posts
  • Junior Intelligence Officer (Motor Transport) II – 35 Posts
  • Security Assistant (Motor Transport) – 20 Posts
  • Confectioner-cum-Cook – 9 Posts
  • Caretaker – 5 Posts
  • Junior Intelligence Officer (Technical) – 7 Posts

IB ACIO માટે લાયકાત અને વય મર્યાદા

વેકેન્સી અનુસાર આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત સિક્યોરિટી અથવા ઇન્ટેલિજન્સનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તમામ પોસ્ટ્સ માટે વિવિધ લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવાર વિગતવાર માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશન તપાસી શકે છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

આ સિવાય ઈન્ટેલિજન્સ બ્યુરોમાં જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર અને સિક્યોરિટી આસિસ્ટન્ટ સહિત અન્ય પદો પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ જગ્યાઓ ડેપ્યુટેશનના આધારે ભરવામાં આવશે. પ્રતિનિયુક્તિનો લઘુત્તમ સમયગાળો ત્રણથી પાંચ વર્ષનો રહેશે. તેને સાત વર્ષ સુધી વધારી શકાય છે.

Published On - 7:27 am, Thu, 7 July 22

Next Article