
રિયા ડાબી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 40 હજાર ફોલોઅર્સ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર આપેલા તેના બાયો પરથી તે જાણી શકાય છે કે રિયા હાલમાં દિલ્હીમાં રહે છે.

રિયાએ દિલ્હીની કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ઉપરાંત તેણે કોલેજનો અભ્યાસ લેડી શ્રી રામ કોલેજમાંથી કર્યો છે.

આ સિવાય રિયા એક આર્ટિસ્ટ છે અને તેને વાંચનનો ખૂબ શોખ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની પેન્ટિંગની ઘણી તસવીર શેર કરી છે.