સંજીતા UPSCની તૈયારી કરનારાઓને સલાહ આપતા જણાવ્યુ હતુ કે આ સફર ઘણી લાંબી છે, તેથી તમારી જાતને પ્રેરિત રાખો, બીજું કોઈ તમારા માટે આ કાર્ય કરી શકશે નહીં. જ્યારે તમે આ પરીક્ષા આપવાનું નક્કી કરો છો, ત્યારે તમે જાણો છો કે તે દેશની સૌથી અઘરી પરીક્ષા છે, તેથી દેખીતી રીતે સફળતા સહેલાઈથી અથવા મુશ્કેલીઓ વગર નહીં મળી શકે. તેથી, જ્યારે પણ મુશ્કેલીઓ આવે છે અથવા સફળતા મેળવવામાં સમય લાગે છે, ત્યારે હિંમત ન હારો અને સતત મહેનત કરતા રહો.