IAS Success Story: પરીક્ષા પહેલા પિતા અને મોટા ભાઈનું થયું અવસાન, અનેક મુશ્કેલીઓ હોવા છતા હિમાંશુ પ્રથમ પ્રયાસમાં બન્યો IAS

|

Aug 02, 2021 | 3:38 PM

IAS અધિકારી હિમાંશુ નાગપાલે પ્રથમ પ્રયાસમાં જ UPSCની પરીક્ષા પાસ કરી હતી. તે આનો સંપૂર્ણ શ્રેય તેના પિતાને આપે છે. હિમાંશુ નાગપાલની કહાની તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.

IAS Success Story: પરીક્ષા પહેલા પિતા અને મોટા ભાઈનું થયું અવસાન, અનેક મુશ્કેલીઓ હોવા છતા હિમાંશુ પ્રથમ પ્રયાસમાં બન્યો IAS
IAS Success Himanshu Nagpal (ફાઈલ ફોટો)

Follow us on

IAS Success Story: એવું કહેવામાં આવે છે કે જો તમે કંઈક પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો છો, તો હજારો મુશ્કેલીઓ હોવા છતાં તમને ચોક્કસ સફળતા મળે જ છે. IAS અધિકારી હિમાંશુ નાગપાલ (IAS Himanshu Nagpal) આનું સૌથી મોટું ઉદાહરણ બનીને સામે આવ્યા છે. હિમાંશુના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી પરંતુ તેમની મહેનત અને સાચા સમર્પણે તેમને પ્રથમ પ્રયાસમાં જ IAS અધિકારી બનાવી દીધા.

IAS અધિકારી હિમાંશુ નાગપાલે પ્રથમ પ્રયાસમાં જ UPSCની પરીક્ષા પાસ કરી હતી. તે આનો સંપૂર્ણ શ્રેય તેના પિતાને આપે છે. હિમાંશુ નાગપાલની કહાની તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. ગ્રેજ્યુએશન દરમિયાન તેના પિતાનો અકસ્માત થયો અને તેમનું મૃત્યુ થયું હતું. જોકે, હિમાંશુએ તેના પિતાના છેલ્લા શબ્દોને ખૂબ જ ગંભીરતાથી લીધા અને ખૂબ જ ગંભીરતાથી અભ્યાસ કર્યો. આ જ કારણ હતું કે, તેણે પ્રથમ પ્રયાસમાં જ UPSC પરીક્ષા પાસ કરીને IAS બનવાનું સપનું પૂરું કર્યું.

પિતા અને મોટા ભાઈનું અવસાન

હિમાંશુના પિતાના મૃત્યુના થોડા મહિના જ થયા હતા કે, તેમના ભાઈનું પણ અવસાન થયું. હિમાંશુ તેના પિતા અને મોટા ભાઈના અચાનક મૃત્યુથી તૂટી ગયો હતો. આ પછી તેણે અભ્યાસથી દૂર થવાનું શરૂ કર્યું અને ઘરે રહેવાનું શરૂ કર્યું. તેના કાકાએ તેની સંભાળ રાખી અને તેને અભ્યાસ માટે મોકલ્યો. હિમાંશુએ નક્કી કર્યું હતું કે, તે કોઈપણ સંજોગોમાં UPSC પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનશે. તેણે દિવસ-રાત સખત મહેનત કરી અને પહેલા જ પ્રયાસમાં યુપીએસસીમાં 26મો રેન્ક મેળવીને તેનું સપનું પૂરું કર્યું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

હિમાંશુ અભ્યાસમાં નબળા હતા

હિમાંશુ નાગપાલ હરિયાણાના એક ગામના છે. તેમણે માધ્યમીક શિક્ષણ હિન્દી માધ્યમથી કર્યું છે. તે અભ્યાસમાં બહુ હોશિયાર નહોતો. જ્યારે પણ તે પહેલી વાર કોલેજ ગયો ત્યારે તેના પિતા પણ તેની સાથે ત્યાં ગયા હતા. ત્યાં ટોપર્સની યાદી જોઈને તેના પિતાએ કહ્યું કે, હિમાંશુ હું આ યાદીમાં તરું નામ જોવા માંગુ છું. જ્યારે તેના પિતા ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો અને તેમનું મૃત્યુ થયું હતું.

યુપીએસસીમાં શૂન્યથી શરૂઆત કરવાની હોય છે: હિમાંશુ

હિમાંશુ કહે છે કે, તમે તમારા પ્રારંભિક અભ્યાસમાં કેવા છો તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારે UPSCમાં શૂન્યથી શરૂઆત કરવી પડશે અને દિવસ-રાત મહેનત કરીને તમે અહીં સફળતા મેળવી શકો છો. હિમાંશુ માને છે કે થોડા દિવસો માટે તમારે તમારા સામાજિક જીવનને વિરામ આપવો પડશે અને યોગ્ય દિશામાં મહેનત કરવી પડશે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો: Raj Kundra Case: પુરાવાનો નાશ કરી રહ્યો હતો રાજ કુંદ્રા, સરકારી વકીલે મુંબઈ હાઈકોર્ટમાં ધરપકડ માટેનું આપ્યુ કારણ

Next Article