
રાજ્યની માલિકીની અગ્રણી ઊર્જા કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા યુવાનો માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા વિવિધ ટેકનિકલ અને વહીવટી પદો માટે કુલ 731 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભરતી ઝુંબેશ હેઠળ જુનિયર એક્ઝિક્યુટિવ, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, અધિકારી તેમજ અન્ય સિનિયર લેવલના પદો માટે ભરતી કરવામાં આવશે. ઊર્જા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે.
આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 25 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 25 માર્ચ 2026 સુધી સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારોને સમયમર્યાદા પહેલાં અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
વિવિધ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. તેમાં ગ્રેજ્યુએશન ડિગ્રી, ફુલ-ટાઇમ ડિપ્લોમા, એન્જિનિયરિંગ ડિગ્રી, ફાયર એન્ડ સેફ્ટી ડિપ્લોમા સાથે B.Sc., MBA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), કોસ્ટ એકાઉન્ટન્ટ, કાયદા સ્નાતક (LLB) સહિત અન્ય સંબંધિત ડિગ્રીનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાઓ માટે સંબંધિત ક્ષેત્રનો કાર્ય અનુભવ પણ જરૂરી હોઈ શકે છે.
આ ભરતી માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા પદ અનુસાર 25 થી 43 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. પગારની વાત કરીએ તો કેટલાક પદો માટે શરૂઆતનો પગાર ₹30,000 થી ₹2,80,000 પ્રતિ મહિનો સુધી હોઈ શકે છે. જ્યારે સિનિયર સાયબર સિક્યુરિટી સ્ટ્રેટેજિસ્ટ જેવા ઉચ્ચ પદો માટે વાર્ષિક પેકેજ ₹50 થી ₹60 લાખ સુધી પહોંચી શકે છે.
ઉમેદવારોની પસંદગી માટે પ્રથમ લખિત પરીક્ષા અથવા કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને ગ્રુપ ટાસ્ક અને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી ઉમેદવારના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા HPCL ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ “Current Openings” વિભાગમાં જઈને “Recruitment of Officers 2026” લિંક પર ક્લિક કરવું પડશે.
પછી ઉમેદવારોએ પોતાની મૂળભૂત માહિતી આપી રજિસ્ટ્રેશન પૂર્ણ કરવું પડશે. લોગિન કર્યા પછી નામ, પિતાનું નામ, જન્મ તારીખ, શ્રેણી, લિંગ અને સરનામું જેવી વિગતો સાચી રીતે ભરવી પડશે.
આગળ ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીની સ્કેન કોપી અપલોડ કરવી પડશે. ત્યારબાદ શ્રેણી મુજબ અરજી ફી ભર્યા પછી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવું રહેશે. ભરતી અંગે વધુ માહિતી માટે ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Work in America : અમેરિકામાં કામ કરવા જવું છે… જાણો OPT કેવી રીતે મેળવવું ?