Career: કેવી રીતે બની શકાય કૃષિ વૈજ્ઞાનિક? જાણો કોર્સ અને યોગ્યતા વિશેની સમગ્ર જાણકારી

|

Jan 12, 2022 | 8:05 PM

કૃષિ વૈજ્ઞાનિક બનવા માટે ઉમેદવારને ધોરણ 11 અને 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયોની સાથે સાયન્સ સ્ટ્રીમ પાસ હોવું જોઈએ.

Career: કેવી રીતે બની શકાય કૃષિ વૈજ્ઞાનિક? જાણો કોર્સ અને યોગ્યતા વિશેની સમગ્ર જાણકારી
File Image

Follow us on

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને એ જ કારણ છે કે કૃષિના વિકાસ માટે આધુનિક ટેક્નિકોની મદદ લેવામાં આવે છે. કૃષિ સંબંધિત ખેતરો અને ઉદ્યોગોની ઉત્પાદકતા વધારવા માટે છોડ, પ્રાણીઓનો અભ્યાસ અને સંશોધન કરવા માટે કૃષિ વૈજ્ઞાનિકોની માંગ પણ ઝડપથી વધી રહી છે. કૃષિ વૈજ્ઞાનિક વિજ્ઞાનની એક શાખા છે. આ ક્ષેત્રમાં કરિયરનો (Career in Agriculture Science) વિચાર કરવો એક યોગ્ય નિર્ણય હશે. અહીં કૃષિ વૈજ્ઞાનિક (Agricultural Scientist) બનવા માટે કોર્સ અને યોગ્યતાની સમગ્ર ડિટેલ્સ અહીં બતાવવા જઈ રહ્યા છીએ. કૃષિ વિશ્વવિદ્યાલય ઉદયપુર અને વિધાનચંદ્ર કૃષિ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ આ અભ્યાસક્રમ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

સૌથી પહેલા જણાવી દઈએ કે જો તમને એક કૃષિ વૈજ્ઞાનિક બનવા ઈચ્છો છો તો તેના માટે તમારે આ માટેની તૈયારી હાઈસ્કૂલથી જ શરૂ કરવી જોઈએ, તમારે હાઈસ્કૂલમાં કૃષિ વિજ્ઞાન વિષય લેવો જોઈએ, ત્યારબાદ તમે કૃષિ વિજ્ઞાન સાથે ઈન્ટરમીડિયેટ કરો અને સારા માર્કસ મેળવવાનો પ્રયાસ કરો.

કૃષિ વૈજ્ઞાનિક માટેની લાયકાત

કૃષિ વૈજ્ઞાનિક બનવા માટે ઉમેદવારને ધોરણ 11 અને 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયોની સાથે સાયન્સ સ્ટ્રીમ પાસ હોવું જોઈએ. ધોરણ 12માં વર્ક-ટુ-વર્ક માર્ક્સ હંમેશા 50 ટકાથી ઉપર હોવા જોઈએ, ત્યારે તમે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુરો કરી શકશો. કૃષિ વૈજ્ઞાનિક બનવા માટે B.Sc કૃષિમાં ડિગ્રી પછી કૃષિ વિજ્ઞાનમાં પીએચડીની ડિગ્રી હોય છે. એગ્રીકલ્ચરમાં બેચલર ડિગ્રીમાં એડમિશન માટે 12માં ધોરણમાં 50 ટકા હોવા જરૂરી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

કરો આ કોર્સ

બી.એસસી એગ્રીકલ્ચર, બી.એસસી ક્રોપ ફિઝિયોલોજી, એમ.એસસી એગ્રીકલ્ચર, એમબીએ ઈન એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઈન ફૂડ પ્રોસેસિંગ, ડિપ્લોમા કોર્સ ઈન એગ્રીકલ્ચર એન્ડ અલાઈડ પ્રેક્ટિસેજ,

સર્ટિફિકેટ કોર્સ

સર્ટિફિકેટ ઈન એગ્રીકલ્ચર સાયન્સ, સર્ટિફિકેટ કોર્સે ઈન ફૂડ એન્ડ બેવરીઝ સર્વિસ, સર્ટિફિકેટ કોર્સ ઈન બાયો ફર્ટિલાઈઝર પ્રોડક્શન.

ડોક્ટરલ કોર્સ

ડોક્ટર ઓફ ફિલોસોફી ઈન એગ્રીકલ્ચર, ડોક્ટર ઓફ ફિલોસોફી ઈન એગ્રીકલ્ચર બાયોટેક્નોલોજી, ડોક્ટર ઓફ ફિલોસોફી ઈન એગ્રીકલ્ચરલ એન્ટોમોલોજી,

કરિયર સ્કોપ

Plant Scienceમાં કૃષિ વૈજ્ઞાનિક છોડની ઉપજ વધારવા અને છોડને દુષ્કાળથી બચાવવા માટે ઘણા સંશોધનો કરે છે. ત્યારે Animal Scienceમાં કૃષિ વૈજ્ઞાનિકે પ્રાણીઓમાંથી મેળવેલા ખોરાક જેવા કે માંસ, દૂધ, માછલી અને ઈંડા પર સંશોધન કરવાનું હોય છે. આ ઉપરાંત Soil Scienceમાં કૃષિ વૈજ્ઞાનિકે વિવિધ પ્રકારની જમીન પર સંશોધન કરવાનું હોય છે. Food Scienceમાં કૃષિ વૈજ્ઞાનિકોએ ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવાની હોય છે.

આ પણ વાંચો: CBSE Term 1 Result Date: CBSE ટર્મ-1 ધોરણ 10 અને 12નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Next Article