GUJCET Exam 2022: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર, 18 એપ્રિલે લેવાશે પરીક્ષા

|

Mar 22, 2022 | 11:16 AM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2022) માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે.

GUJCET Exam 2022: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર, 18 એપ્રિલે લેવાશે પરીક્ષા
GUJCET Exam 2022

Follow us on

GUJCET Exam Date 2022: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2022) માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પરીક્ષા 18 એપ્રિલના રોજ લેવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gseb.org પર પરીક્ષાનું સમયપત્રક અને પેટર્ન (GUJCET Exam Pattern 2022) ચકાસી શકે છે. GUJCET 2022 પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવશે. ગુજરાતમાં સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ માર્ચના છેલ્લા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. જોકે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

ગુજકેટ 2022 પરીક્ષાની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વિવિધ કેન્દ્રો પર પેપર લેવાશે અને તમામ વિદ્યાર્થીઓએ સમયસર પહોંચવાનું રહેશે. પ્રશ્નપત્ર અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં હશે. એન્જિનિયરિંગના ઉમેદવારો માટે, પ્રશ્નપત્રમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના વિષયો પર આધારિત પ્રશ્નો હશે.

પરીક્ષા ઑફલાઇન મોડમાં હશે

ફાર્મસી કોર્સ માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પ્રશ્નો હશે. દરેક સાચા જવાબ માટે એક માર્ક ફાળવવામાં આવશે, દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે. પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવે છે. પરીક્ષામાં જતા પહેલા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પરીક્ષાઓ કોરોનાના નિયમો હેઠળ લેવામાં આવશે. એડમિટ કાર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કુલ 120 બહુવિધ પસંદગીના પ્રશ્નો ઉકેલવા માટે ઉમેદવારોને 180 મિનિટનો સમય આપવામાં આવે છે. ગુજરાતની કોલેજો દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET 2022 હાથ ધરવામાં આવે છે. પરીક્ષા સંબંધિત વધુ વિગતો માટે, ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. તમામ અપડેટ માહિતી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની 8,000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

આ પણ વાંચો: ભારતીય સેનામાં SSC ટેકનિશિયનની 191 જગ્યા પર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article