GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યા પર અરજી કરવાની આજે અંતિમ તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી

|

Jul 30, 2022 | 1:12 PM

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ડેપ્યુટી સેક્શન ઓફિસરની જગ્યાઓ અને અન્ય જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 30 જુલાઈ, 2022 એટલે કે આજે રાત્રે 12 કલાક સુધી જ ચાલુ રહેશે.

GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યા પર અરજી કરવાની આજે અંતિમ તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી
GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસરની જગ્યા માટે કરો અરજી

Follow us on

ગુજરાતમાં (Gujarat) સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આ ખૂબ જ સારી તક છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને (GPSC) ડેપ્યુટી સેક્શન ઓફિસર સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. નોટિફિકેશનમાં આપેલી માહિતી મુજબ કુલ 260 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારે GPSC- gpsc.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા વેબસાઈટ પર આપેલી સૂચનાને સારી રીતે વાંચી લે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ડેપ્યુટી સેક્શન ઓફિસરની જગ્યાઓ અને અન્ય જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 30 જુલાઈ, 2022 એટલે કે આજે રાત્રે 12 કલાક સુધી જ ચાલુ રહેશે. જોકે, GPSC દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નથી. અરજદારોને વેબસાઇટ પર આવતી અપડેટ પર નજર રાખવાની રહેશે.

અરજી આ રીતે કરી શકાય

  1. અલગ અલગ પોસ્ટ માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર, LATEST NEWS/EVENTS ની લિંક પર ક્લિક કરો.
  3. તે પછી નાયબ વિભાગ અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3 ના વિકલ્પ પર જાઓ.
  4. માગેલી તમામ વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  5. તમે મોબાઈલ નંબર પર મળેલા રજીસ્ટ્રેશન નંબરની મદદથી અરજી ફોર્મ ભરી શકો છો.
  6. અરજી ફોર્મ ભર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો.
  7. સીધી અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

વિવિધ જગ્યાઓ માટે ભરતી

આ અરજી દ્વારા ગુજરાતમાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની 80 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ડેપ્યુટી સેક્શન ઓફિસર સચિવાલયની 5 જગ્યાઓ, ACFની 30 જગ્યાઓ, ચીફ ઓફિસરની 3 જગ્યાઓ, વેટરનરી ઓફિસરની 130 જગ્યાઓ અને મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસરની 4 જગ્યાઓ માટે ભરતી થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોસ્ટ માટેની લાયકાત

અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ લાયકાત માગવામાં આવી છે. જેમાં મોટાભાગની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસેથી ગ્રેજ્યુએશનની ડિગ્રી માંગવામાં આવી છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયમાં સ્નાતક છે તે આ પોસ્ટ્સ માટે અરજી કરવા પાત્ર છે. પાત્રતા વિશે વધુ વિગતો માટે, તમે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લઈ શકો છો.

Published On - 1:03 pm, Sat, 30 July 22

Next Article