Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી

|

Jul 20, 2021 | 2:25 PM

ગુજરાત હાઇકોર્ટે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. અરજીની પ્રક્રિયા 16મી જુલાઈથી શરૂ થઈ ચૂકી છે.

Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી
ફાઈલ ફોટો

Follow us on

Gujarat High Court Recruitment: ગુજરાત હાઇકોર્ટે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો સૂચના ચકાસીને ગુજરાત હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 16મી જુલાઈથી શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ છે. તમને જણાવી દઈએ કે, આ ભરતી દ્વારા 63 જગ્યાઓ ભરવામાં આવશે.

વય મર્યાદા

આ પદ માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોવુ જોઈએ. ઉમેદવારોએ એક વિષય તરીકે અંગ્રેજી સાથે 10 કે 12માં ધોરણની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.

અરજી ફી

એસસી, એસટી, શૈક્ષણિક પછાત વર્ગો, આર્થિક નબળા વર્ગો, અપંગ વ્યક્તિઓ અને ભૂતપૂર્વ સૈન્યના ઉમેદવારો માટેની અરજી ફી 50 છે. જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 700 રૂપિયા ફી ભરવાની રહેશે.

પરીક્ષા પદ્ધતિ

પરીક્ષામાં એલિમિનેશન ટેસ્ટ (ઓબ્જેક્ટિવ પ્રકાર MCQ) અને મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે.

 

Gujarat HC Recruitment કેવી રીતે ચેક કરવી

  • ગુજરાત હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • “Gujarat HC Recruitment deputy officer post”ની લિંક પર જાઓ
  • વિનંતી કરેલી માહિતી ભરો.
  • હવે ફી ચૂકવો.
  • સબમિટ કર્યા પછી ભવિષ્યના માટે પ્રિન્ટઆઉટ લેવાનું ભૂલશો નહીં.

 

આ પણ વાંચો:  jamnagar: જામનગર મનપાએ કરોડો રૂપિયા ખર્ચીને કરોડો રૂપિયાની કરી બચત, જાણો કેવી રીતે

Next Article