Gujarat GLPC Recruitment 2021: ગુજરાતમાં પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા છે ખાલી, જાણો વધુ વિગત

|

Apr 13, 2021 | 2:49 PM

Gujarat GLPC Recruitment 2021: આ પોસ્ટ માટેની જાહેરાત અનુસાર અરજીની તારીખ 24 એપ્રિલ 2021 છે, આમાં કુલ 392 પોસ્ટ માટે ભરતી કરવામાં આવનારી છે

Gujarat GLPC Recruitment 2021: ગુજરાતમાં પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા છે ખાલી, જાણો વધુ વિગત
ફાઈલ ફોટો

Follow us on

Gujarat GLPC Recruitment 2021: ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ને પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જાહેરાત મુજબ કુલ 392 જગ્યા માટે ભરતી કરવામાં આવનારી છે, ગુજરાતમાં નોકરી (Gujarat Government Job) મેળવવા માટે આ સોનેરી તક છે, આ જગ્યા (Gujarat GLPC Recruitment 2021) માટેની જાહેરાત તારીખ 8 એપ્રિલ 2021 કરવામાં આવી હતી
આ પોસ્ટ માટે અરજી કરવાં માંગતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ની સતાવાર વેબસાઈટ glpc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, આ પોસ્ટ (Gujarat GLPC Recruitment 2021) માટે કરેલ જાહેરાત મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2021 છે, અને જે ઉમેદવાર અરજી કરવાં માંગે છે તે ઉમેદવાર એક વખત સતાવાર વેબસાઈટ ની મુલાકાત જરૂર કરે

આ પોસ્ટ માટે કરશે ભરતી
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ને પ્રોજેક્ટ મેનેજર અને તાલુકા લાઇવલીહુડ મેનેજરની કુલ 392 પર ભરતી કરવામાં આવશે, આમાં આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર રાજ્ય (Assistant Project Manager State)ની 13 પોસ્ટ, આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર જીલ્લા (Assistant Project Manager District)ની 58 પોસ્ટ, તાલુકા લાઇવલીહુડ મેનેજરની 75 પોસ્ટ અને આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકાની 246 પોસ્ટ પર ભરતી થશે,

આ રીતે અરજી કરી શકાશે
આ જગ્યા માટે અરજી કરવાં માટે નીચે આપેલી સ્ટેપ્સને મુજબ કરો
પહેલ સતાવાર વેબસાઈટ glpc.co.in પર જાવ
વેબસાઈટના મુખ્ય પેજ પર Careers with Us માં જાવ
આમાં Contractual Recruitment for the post of “General Manager” and “Project Manager” પર ક્લિક કરો
પછી Application Form પર ક્લિક કરો
આમાં અરજી ફોમ બરાબર ભરી અરજી પ્રકિયા પૂરી કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આવશ્યક લાયકાત
આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર અને તાલુકા લાઇવલીહુડ પ્રમોશનની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારનો પ્રાસંગિક અનુભવની સાથે માસ્ટર પાસ હોવી જોઈએ, આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકાની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારનો પ્રાસંગિક અનુભવની સાથે ગ્રેજ્યુએટની ડીગ્રી, પીજી હોવી જોઈએ

 

Next Article