કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગ કે કંપનીમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે યુવાઓ નોકરી શોધી રહ્યા છે તેમના માટે સારી તક છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે એન્જિનિયર અને મેનેજર સહિત જુદી-જુદી ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચના જાહેર કરી છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તો તેઓએ HAL ની ઓફિશિયલ વેબસાઇટ hal-india.co.in ની મુલાકાત લેવી જોઈએ.
વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા અલગ-અલગ પોસ્ટની કુલ 85 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આપવામાં આવેલી સૂચના અનુસાર રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી સબમિટ કરવી જોઈએ.
આ જુદી-જુદી ખાલી જગ્યા માટે ઉમેદવારો પાસે સંબંધિત સ્ટ્રીમમાં 4 વર્ષની ડિગ્રી હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધારે માહિતી માટે ઉમેદવારોએ બહાર પાડવામાં આવેલ સત્તાવાર સૂચના ધ્યાન પૂર્વક વાંચવી જોઈએ. પોસ્ટ મૂજબ અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : સરકારી નોકરી: પ્રોફેસરની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર મળશે 2 લાખથી વધારે, આ રીતે કરો અરજી
આ ખાલી જગ્યા માટે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઈન્ટરવ્યુ અંગેની તારીખ અને સમય વિશેની જાણકારી ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈ-મેઇલ દ્વારા આપવામાં આવશે. ગ્રેડ-1 ની જગ્યા માટે પસંદ થયેલા ઉમેદવારોને 40,000 રૂપિયાથી લઈને 1 લાખ 40 હજાર રૂપિયા સુધીનો પગાર મળશે. ગ્રેડ-6 ની પોસ્ટ માટે ઉમેદવારોને 90,000 થી 2,40,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે.