ઉત્તર પ્રદેશ સ્ટાફ સિલેકશન કમિશન (UPSSSC) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ અને ક્લાર્કની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સૂચના અનુસાર કુલ 3831 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર હતી, પરંતુ હવે ખાલી જગ્યામાં વધારો કરીને કુલ પોસ્ટ 5512 કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ 12 સપ્ટેમ્બર 2023 થી શરૂ થઈ છે.
ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2023 છે. તેથી રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ વહેલી તકે અરજી કરવી જોઈએ. અરજી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ upsssc.gov.in ની મુલાકાત લેવી પડશે. અરજી ફીની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે. તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 25 રૂપિયા રાખવામાં આવી છે.
કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સૂચના અનુસાર, ગ્રુપ B અને C માં કુલ 5512 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પહેલા આ પોસ્ટ માટે માત્ર 3813ની જ ભરતી થવાની હતી, પરંતુ ત્યારબાદ જગ્યાની સંખ્યા વધારવામાં આવી છે. તમામ કેટેગરીના ઉમેદવારો આ ખાલી જગ્યા માટે અરજી કરી શકે છે.
કુલ ખાલી જગ્યામાંથી જનરલ કેટેગરીની 1889 જગ્યાઓ ભરવામાં આવશે, જ્યારે OBC ની 763 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત EWS માં 326 પોસ્ટ, SC માટે 770 અને ST માટે 83 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ ખાલી જગ્યા માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારોની ઉંમર 1 જુલાઈ 2023ના આધારે નક્કી કરવામાં આવશે. વધુ માહિતી માટે, ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ સૂચના જુઓ.
આ પણ વાંચો : Govt Jobs: ITI ટ્રેઈની અને સ્ટાફ નર્સની જગ્યાઓ પર થશે ભરતી, 85000 રૂપિયાથી વધારે મળશે પગાર, આ રીતે કરો અરજી
અરજી કરવા માંગતા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12 ધોરણ પાસ હોવું ફરજિયાત છે. આ ઉપરાંત ઉમેદવારો પાસે UPSSSC PET લાયકાત હોવી જરૂરી છે. આ સાથે અરજી કરનારા ઉમેદવારોની ટાઇપિંગ સ્પીડ પણ સારી હોવી જોઈએ. તેમાં હિન્દી માટે 25 શબ્દો પ્રતિ મિનિટ અને અંગ્રેજી માટે 30 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની સ્પીડ હોવી જોઈએ.