કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોમાં સરકારી નોકરી (Govt Jobs) મેળવવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. જે યુવાઓ વકીલાતના ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા માંગે છે તેના માટે સારા સમાચાર છે. ભારત સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલય હેઠળ આવતા ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવી છે.
જે ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની છે, તેમાં લો ફાઇનાન્શિયલ, ફોરેન્સિક ઓડિટ બેન્કિંગ અને જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગોમાં કુલ 91 જગ્યાઓ ભરવામાં આવશે.
SFIO દ્વારા 17 ઓક્ટોબર 2023 ના રોજ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે મૂજબ ખાલી જગ્યા માટે પસંદની પ્રક્રિયા બાદ ઉમેદવારોની દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં નિમણૂક કરવામાં આવશે. ઉમેદવારોએ આ અંગેની વધારે માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ sfio.gov.in ની મુલાકાત લેવી જોઈએ.
જુનિયર કન્સલ્ટન્ટની (કાયદો) ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશનની સાથે 3 થી 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. યંગ પ્રોફેશનલ પોસ્ટ્સ માટે કાયદાની ડિગ્રી સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત ફાઈનાન્સિયલ એનાલિસ્ટ અને ફોરેન્સિક ઓડિટમાં યંગ પ્રોફેશનલ પાસે CA, ICWA અથવા MBA સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
આ પણ વાંચો : Govt Jobs: કરન્સી નોટ પ્રેસમાં સ્નાતક માટે સરકારી નોકરીની તક, પગાર મળશે 95000થી વધારે, આ રીતે કરો અરજી
જુનિયર કન્સલ્ટન્ટની ખાલી જગ્યા માટે 3 વર્ષથી 8 વર્ષની વચ્ચે અનુભવ હોવો જોઈએ. સિનિયર કન્સલ્ટન્ટ માટે 8 થી 15 વર્ષની વચ્ચે અનુભવ હોવો જોઈએ. પગાર વિશે વાત કરીએ તો જુનિયર કન્સલ્ટન્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારોનો પગાર 80,000 થી 1,45,000 રૂપિયાની વચ્ચે મળશે.