યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (UIIC) એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (સ્કેલ 1) ની પોસ્ટ માટે વિવિધ ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ ખાલી જગ્યા દ્વારા લીગલ એક્સપર્ટ, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, ઈસીઈ, કોમ્પ્યુટર સાયન્સ જેવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમે આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી (Online Application) કરી શકો છો. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઈટ uiic.co.in પર જઈ શકે છે.
રસ ધરાવતા ઉમેદવારો 14 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. કુલ 100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે કેવી રીતે અરજી કરવી અને આ માટે જરૂરી લાયકાત શું છે તે નીચે જોઈ શકાય છે.
યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઓક્ટોબર 2023 ના બીજા સપ્તાહમાં આ પરીક્ષાનું આયોજન કરશે. પરીક્ષા ઓનલાઈન આધારિત હશે. પરીક્ષાના એક સપ્તાહ પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 14 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
લીગલ એક્સપર્ટ – 25
ફાયનાન્સ એક્સપર્ટ – 24
કંપની સેક્રેટરી – 03
ડોક્ટર – 02
કૃષિ નિષ્ણાત – 03
એન્જિનિયર્સ: સિવિલ, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, ECE, કોમ્પ્યુટર સાયન્સ, આઈટી, ઈન્ફોર્મેશન સાયન્સ – 22
અહીં ઉમેદવારોએ ધ્યાન રાખવું જોઈએ કે 31 માર્ચ, 2023 થી નોંધણી કરાવનાર ઉમેદવારોની લઘુત્તમ વય 21 અને મહત્તમ વય 30 હોવી જોઈએ. અનામત વર્ગ માટે મહત્તમ વય છૂટછાટની જોગવાઈ છે. વધુ વિગતો માટે, તમે સત્તાવાર સૂચના જોઈ શકો છો.
આ પણ વાંચો : Govt Jobs: મેડિકલ ઓફિસરની 7000 થી વધુ જગ્યાઓ માટે થશે ભરતી, આ રીતે કરો ઓનલાઈન અરજી
બિનઅનામત વર્ગના ઉમેદવારોએ 1000 રૂપિયાની નોંધણી ફી ચૂકવવાની રહેશે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપિયાની નોંધણી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારો નોંધણી પહેલાં સૂચના ધ્યાનપૂર્વક વાંચો. જો અરજી પત્રકમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો અરજીપત્ર નામંજૂર કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ અરજી ફોર્મ સંબંધિત તમામ અપડેટ્સ પર નજર રાખવી જોઈએ.