સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.) દ્વારા હેટ કોન્સ્ટેબલની ખાલી જગ્યા પર ભરતી કરવા માટે સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા 10 અને 12 ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની એક સારી તક છે. આ ખાલી જગ્યા ભરવા માટે અરજી કરવાની પ્રોસેસ હાલમાં શરૂ થઈ નથી. રસ ધરાવતા ઉમેદવારો 30 ઓક્ટોબરથી ઓફિશિયલ વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
ઉમેદવારોને સરકારી નોકરી મેળવવા માટે આ એક સારી તક છે. અરજી કરતા પહેલા તેના માટે જરૂરી બધા જ ડોક્યુમેન્ટ એકઠા કરીને તૈયાર રાખો, તેથી અરજી કરતા સમયે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. ઉમેદવારો 28 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. આ ભરતી દ્વારા કુલ 215 જગ્યાઓ ભરવામાં આવશે.
આ ખાલી જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોએ 12 ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે. આ સાથે જ રમતગમત અને એથ્લેટિક્સમાં ઉમેદવારોએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધારે જાણકારી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. જો વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ ઉંમર 23 વર્ષ રાખવામાં આવી છે. સેલેરી પે લેવલ 4 (રૂ. 25,500 થી રૂ. 81,100) મૂજબ દર મહિને આપવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને સૌથી પહેલા ટ્રાયલ, કાર્યક્ષમતા કસોટી, શારીરિક ધોરણ કસોટી, ડોક્યુમેન્ટેશન અને મેડિકલ ટેસ્ટ સામેલ છે. ભરતી પ્રક્રિયાના તમામ તબક્કાઓ માટે કોલ-અપ લેટર, એડમિટ કાર્ડ માત્ર ઓફિશિયલ વેબસાઇટ પર દ્વારા જ જાહેર કરવામાં આવશે. જો અરજી ફી વિશે વાત કરીએ, તો ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.
આ પણ વાંચો : Govt Jobs: પદ, પૈસા અને પ્રતિષ્ઠા સાથે સૌથી વધારે પગાર આપતી સરકારી નોકરીઓ વિશે જાણો
Published On - 8:18 pm, Tue, 31 October 23