Government Jobs: કેન્દ્ર સરકારમાં 9,00,000થી વધુ જગ્યાઓ ખાલી છે, સૌથી વધુ રેલવે અને સંરક્ષણમાં, આ જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે?

|

Mar 30, 2023 | 10:37 AM

Govt Jobs Vacancy: કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પદો પર નિમણૂક માટે સતત ભરતી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ વિભાગો દ્વારા ખાલી જગ્યાઓ માટે સતત ભરતી કરવામાં આવી રહી છે. સરકારે એક વર્ષમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે

Government Jobs: કેન્દ્ર સરકારમાં 9,00,000થી વધુ જગ્યાઓ ખાલી છે, સૌથી વધુ રેલવે અને સંરક્ષણમાં, આ જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે?

Follow us on

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. આવી સ્થિતિમાં, જે યુવાનો ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ પદો પર નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ખરેખર, સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોની સંખ્યા લાખોમાં છે. દેશના દરેક શહેરમાં તમને આવા ઘણા કોચિંગ સેન્ટર જોવા મળશે, જ્યાં તમે જોબ માટે તૈયારી કરતા યુવાનો જોશો. હવે સરકાર તરફથી ખાલી પડેલી જગ્યાઓની માહિતી અપેક્ષિત છે તે પછી આ પર ભરતી માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓની સંખ્યા 9.79 લાખથી વધુ છે. રેલવેમાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે. ભારતીય રેલ્વેમાં કુલ 2.93 લાખ જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ 1 માર્ચ 2021 સુધી ખાલી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ જાણકારી આપી.

ખાલી જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંગઠનો જરૂરી કર્મચારીઓની સંખ્યા માટે નિમણૂકો કરી રહ્યા છે. તેમણે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે પહેલાથી જ તમામ મંત્રાલયો/વિભાગોને ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચનાઓ આપી દીધી છે. ભારત સરકાર દ્વારા રોજગાર મેળાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેને રોજગારી પેદા કરવા માટે ઉત્પ્રેરક તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કયા વિભાગોમાં ખાલી જગ્યાઓ?

ભારતીય રેલ્વે સિવાય, ખાલી જગ્યાઓના સંદર્ભમાં બીજા નંબરે સંરક્ષણ (નાગરિક) વિભાગ છે. ડિફેન્સ (સિવિલ)માં ખાલી જગ્યાઓની સંખ્યા 2.64 લાખ છે. આ પછી ગૃહ વિભાગ હેઠળ 1.43 લાખ પદો ખાલી છે. આ પછી, મહેસૂલ વિભાગમાં 80,243 અને ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગમાં 25,934 જગ્યાઓ ખાલી છે. અણુ ઉર્જા વિભાગમાં ખાલી જગ્યાઓની સંખ્યા 9,460 છે.

આ જગ્યાઓ પર નિમણૂકો ક્યારે થશે?

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પદો પર નિમણૂક માટે સતત ભરતી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ વિભાગો દ્વારા ખાલી જગ્યાઓ માટે સતત ભરતી કરવામાં આવી રહી છે. સરકારે એક વર્ષમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી એક વર્ષમાં સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ભરતી માટે સતત સૂચનાઓ જારી કરવામાં આવશે.

Published On - 10:32 am, Thu, 30 March 23

Next Article