
રેલવે વિભાગમાં સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર આવ્યા છે. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડે એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેના માટે ઉમેદવારો વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 190 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો કોંકણ રેલવેની ઓફિશિયલ વેબસાઇટ konkanrailway.com પર જઈને અરજી કરી શકે છે.
આ ખાલી જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2023 છે. ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. મહિલા અને જુદી-જુદી કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે ફી ચૂકવવાની રહેશે નહીં.
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, તો ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી, ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. તેમજ સંબંધિત ટ્રેડમાં નોલેજ હોવું જોઈએ. ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ઉમેદવારોને સ્ટાઈપેન્ડ તરીકે 9000 રૂપિયા અને ટેકનિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસને 8000 રૂપિયા સ્ટાઈપેન્ડ તરીકે આપવામાં આવશે.
ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તેના આધારે ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, જાણો કેવી રીતે કરવી અરજી
Published On - 7:34 pm, Thu, 16 November 23