આસામ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કમિશન દ્વારા ગ્રેડ 3 અને ગ્રેડ 4 ની ખાલી જગ્યા ભરવા માટે અરજી અંગે સૂચના બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો 10 નવેમ્બર 2023 થી અરજી કરી શકે છે. ઉમેદવારો ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઇટ assam.gov.in દ્વારા કરી શકાશે. આ ખાલી જગ્યા પર ભરતી માટે ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો 29 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. ઉમેદવારોએ વધારે જાણકારી માટે વેબસાઇટની મુલાકાત લેવી. આ ભરતી દ્વારા કુલ 12,600 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
આ ખાલી જગ્યામાં કેટેગરી પ્રમાણે જુદી-જુદી લાયકાત નક્કી કરવામાં આવી છે. કેટેગરી 1 વિશે વાત કરીએ તો, તેના માટે ઉમેદવારો સ્નાતક હોવા જરૂરી છે. કેટેગરી 2 માટે ઉમેદવારોએ 12 ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. કેટેગરી 3 અને 4 માટે ઉમેદવારો ધોરણ 10 પાસ હોય તે અરજી કરી શકશે.
તમામ ખાલી જગ્યા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ગ્રેડ 3 અને ગ્રેડ 4 ની ભરતીમાં ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર, સ્ટેનોગ્રાફી અને ડ્રાઇવિંગ કૌશલ્ય સ્કિલ ટેસ્ટ દ્વારા થશે.
આ પણ વાંચો : CISFમાં 10 અને 12 ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરવી અરજી
કેટેગરી 1 માટે 4055 જગ્યાઓ ભરવામાં આવશે. કેટેગરી 2 માટેની 3127 જગ્યાઓ ભરવામાં આવશે. કેટેગરી 3 માટે 418 જગ્યાઓ પર ઉમેદવારો ભરવામાં આવશે. જ્યારે ગ્રેડ 4 માટે 3050 જગ્યાઓ ભરવામાં આવશે.
Published On - 7:51 pm, Wed, 1 November 23