
ધોરણ 10 પાસ યુવાઓ માટે સરકારી નોકરીની એક સારી તક છે. ભારતીય નૌકાદળે ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે સૂચના જાહેર કરી છે. આ ખાલી જગ્યા માટે અરજી ઓફિશિયલ વેબસાઇટ apprenticeship.gov.in દ્વારા કરી શકાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી, 2024 નક્કી કરવામાં આવી છે. પસંદ થયેલા ઉમેદવારોને નેવલ ડોકયાર્ડ, વિશાખાપટ્ટનમ ખાતે પોસ્ટિંગ કરવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખે અથવા તે પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું કે, તેઓએ આપેલા નિયમો મૂજબ અરજી કરવાની રહેશે, નહીં તો અરજી માન્ય રહેશે નહીં. આ ભરતી પ્રક્રિયા દ્વારા જુદા-જુદા ટ્રેડમાં એપ્રેન્ટિસની કુલ 275 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
ધોરણ 10 પાસ ઉમેદવારો આ ખાલી જગ્યા માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત અરજદાર પાસે સંબંધિત ટ્રેડમાં ITI ની ડિગ્રી પણ હોવી જોઈએ. આ પોસ્ટ માટે મિનિમમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા અને પાત્રતા સંબંધિત વધારે માહિતી માટે ઉમેદવારો જાહેર કરાયેલ સૂચના ચકાસી શકે છે.
આ પણ વાંચો : પશુપાલન વિભાગમાં સરકારી નોકરીની તક, સહાયકની 1896 ખાલી જગ્યા પર થશે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
આ બધી જ ખાલી જગ્યા માટે અરજદારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થશે. પરીક્ષા માટે સફળતા પૂર્વક નોંધાયેલા તમામ અરજદારોને એડમિટ કાર્ડ આપવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને 7700 થી 8050 રૂપિયા સુધીનું સ્ટાઈપેન્ડ મળશે.