Good News: દરેક કોલેજ-યુનિવર્સિટીમાં મહિલા સ્ટુડન્ટ્સને મળશે મેટરનિટી લીવ, હાજરીમાં મળશે છૂટ, જુઓ UGCની સૂચના

|

Dec 15, 2021 | 4:20 PM

UGC Maternity Leave rule: મહિલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે.

Good News: દરેક કોલેજ-યુનિવર્સિટીમાં મહિલા સ્ટુડન્ટ્સને મળશે મેટરનિટી લીવ, હાજરીમાં મળશે છૂટ, જુઓ UGCની સૂચના
પ્રતિકાત્મક તસવીર

Follow us on

UGC Maternity Leave rule: મહિલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે.

હવે આ વિદ્યાર્થીઓને પ્રસૂતિ રજાનો લાભ પણ મળશે. આ માટે યુજીસીએ તેના 2016ના નિયમનમાં નવી જોગવાઈ ઉમેરી છે. ખુદ યુજીસીએ આ અંગે માહિતી આપી છે. આ માટે આયોગની સત્તાવાર વેબસાઇટ ugc.ac.in પર નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ સૂચના અનુસાર, યુજીસી દ્વારા પ્રસૂતિ રજા અંગે કરવામાં આવેલા ફેરફારો તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે જેઓ એમફીલ અથવા પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે. નોટિસમાં જણાવાયું છે કે, એમફીલ અને પીએચડીના સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન, મહિલા વિદ્યાર્થીને પ્રસૂતિ રજા/બાળ સંભાળ રજા આપી શકાય છે. આ મહત્તમ 240 દિવસ એટલે કે 8 મહિનાની રજા હોઈ શકે છે. આ ઉપરાંત UG PG વિદ્યાર્થીઓને પણ લાભ આપવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને જણાવ્યું છે કે, યુજીસી (એમફિલ/પીએચડી ડિગ્રીના એવોર્ડ માટે લઘુત્તમ ધોરણો અને પ્રક્રિયા) રેગ્યુલેશન્સ 2016માં ફેરફાર કરીને આ માટે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.

સંસ્થા નિયમો બનાવશે

મેન્યુઅલમાં આ જોગવાઈ ઉમેર્યા પછી, યુજીસીએ તમામ સંલગ્ન કોલેજો, યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને પત્ર મોકલ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રસૂતિ રજા આપવા અંગે જરૂરી નિયમો તૈયાર કરવા સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે.

માત્ર પ્રસૂતિ રજા જ નહીં, વિદ્યાર્થીઓને ઘણા વધુ લાભો મળશે. જ્યારે એમફીલ અને પીએચડી વિદ્યાર્થીઓને સંપૂર્ણ પ્રસૂતિ રજા મળશે, યુજી અને પીજીનો અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓને હાજરીમાં છૂટછાટ, પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં છૂટછાટ અને અન્ય જરૂરી સુવિધાઓ આપવામાં આવશે. આ માટે સંસ્થાઓએ તૈયારી પૂર્ણ કરીને નિયમો નક્કી કરવાના રહેશે.

યુજીસીનો આ પત્ર તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને મોકલવામાં આવ્યો છે. તમે યુજીસીની વેબસાઈટ પર જઈને આ સંદર્ભમાં જાહેર કરાયેલ નોટિસ વાંચી શકો છો. અથવા તમે તેને નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

 

આ પણ વાંચો: SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC DCIO Result 2021: ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, સીધા લિંક પરથી તપાસી શકો

Next Article