7th Pay Commission ના લાભ સાથે મળી રહી છે નોકરી માટે તક, જાણો વેકેન્સીની ડિટેઈલ્સ અહેવાલમાં

|

Jan 10, 2022 | 9:22 AM

ઉમેદવારો પાસે MBBS ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમર 31 જાન્યુઆરી, 2022 સુધીમાં 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

7th Pay Commission ના લાભ સાથે મળી રહી છે નોકરી માટે તક, જાણો વેકેન્સીની ડિટેઈલ્સ અહેવાલમાં
Recruitment for 1120 posts, Salary will be up to Rs. 1.77 lakhs

Follow us on

ESIC Recruitment 2022: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સુવર્ણ તક છે. ESIC માં ઈન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર (IMO) ની જગ્યા ખાલી છે. મહત્વની વાત એ છે કે અહીં પસંદ કરાયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ હેઠળ પગાર મળશે. જો તમે MBBS કર્યું છે અને સરકારી નોકરી કરવા માંગો છો તો તમે અહીં અરજી કરી શકો છો. મેડિકલ ઓફિસરની કુલ 1120 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

ઉમેદવાર 31 જાન્યુઆરી 2022 સુધી ESICના મેડિકલ ઓફિસરના પદ માટે અરજી કરી શકે છે. IMO ગ્રેડ 2 માટે 1120 જગ્યાઓ ખાલી છે.

ભરતી માટેની જગ્યાઓની વિગત

GENRAL – 459
OBC – 303
EWS – 112
SC – 158
ST – 88
દિવ્યાંગ (કેટેગરી C) – 34
દિવ્યાંગ (કેટેગરી D અને E) – 56

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ESIC IMO પોસ્ટ્સ માટે પગાર

આ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ લેવલ-10 હેઠળ પગાર આપવામાં આવશે. પગાર ધોરણ પ્રતિ માસ રૂ. 56,100 થી રૂ. 1,77,500 પ્રતિ મહિને હશે. આ માટે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા તમામ ભથ્થા પણ આપવામાં આવશે.

ESIC IMO પોસ્ટ્સ માટે જરૂરી લાયકાત

ઉમેદવારો પાસે MBBS ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમર 31 જાન્યુઆરી, 2022 સુધીમાં 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સાથે રોટેટિંગ ઈન્ટર્નશિપ પણ હોવી જોઈએ. જો તમે ઈન્ટર્નશીપ ન કરી હોય તો તમે લેખિત પરીક્ષા માટે પાત્ર બનશો પરંતુ ઈન્ટરવ્યુ પહેલા તમારે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવી પડશે.

કેવી રીતે કરવી અરજી

જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો તમે esic.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં 200 ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવશે. 2 કલાકની પરીક્ષા રહશે.

ફી કેટલી ભરવાની રહેશે

SC, ST, દિવ્યાંગ, ESIC સ્ટાફ, ભૂતપૂર્વ સ્ટાફ અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂ. 250/- છે. જો કે આ ફી લેખિત પરીક્ષામાં હાજર થયા પછી પરત કરવામાં આવશે. જ્યારે અન્ય તમામ વર્ગો માટે ફી રૂ.500 છે.

આ પણ વાંચો :  Army School Recruitment 2022: આર્મી સ્કૂલમાં TGT, PGT અને PRT શિક્ષકની ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો : NEET PG Counselling 2021: પ્રતીક્ષા પૂરી થઈ, 12 જાન્યુઆરીથી શરુ થશે NEET PG કાઉન્સેલિંગ

Next Article