GATE 2022 માટે રજિસ્ટ્રેશ પ્રક્રિયા 30 ઑગષ્ટના રોજ શરુ થશે, જાણો વધુ ડિટેલ્સ

|

Aug 25, 2021 | 7:19 AM

અરજી ફોર્મ 1 ઓક્ટોબર 2021 સુધીમાં લેટ ફી સાથે સબમિટ કરાવી શકાશે.  આ તારીખ પછી રજિસ્ટ્રેશન લિંક હટાવી દેવામાં આવશે. GATE 2022 ની પરીક્ષા 05 ફેબ્રુઆરી, 06 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવામાં આવશે

GATE 2022 માટે રજિસ્ટ્રેશ પ્રક્રિયા 30 ઑગષ્ટના રોજ શરુ થશે, જાણો વધુ ડિટેલ્સ
સાંકેતિક તસ્વીર

Follow us on

એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગેટ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.GATE 2022 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા 30 ઓગસ્ટ 2021 થી શરૂ થશે.પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને 30 ઓગસ્ટથી નોંધણી કરાવી શકશે  રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે

અરજી ફોર્મ 1 ઓક્ટોબર 2021 સુધીમાં લેટ ફી સાથે સબમિટ કરાવી શકાશે.  આ તારીખ પછી રજિસ્ટ્રેશન લિંક હટાવી દેવામાં આવશે. GATE 2022 ની પરીક્ષા 05 ફેબ્રુઆરી, 06 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવામાં આવશે જોકે, આઈઆઈટી ખડગપુરે (IIT kharagpur) કહ્યું છે કે કોવિડ -19 (Covid-19) ની સ્થિતિને જોતા બદલાવ શક્ય છે.   આ વેબસાઇટમાં ઉલ્લેખિત તમામ તારીખો ફેરફારને પાત્ર છે. નિયંત્રણ બહારના સંજોગોને કારણે GATE 2022 ની પરીક્ષા મુલતવી અથવા રદ કરી શકાય છે. ”

આ તારીખોનુ રાખો ધ્યાન

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1.   ઓનલાઇન રજિસ્ટ્રેશ શરૂ થવાની તારીખ – 30 ઓગસ્ટ 2021

2.    રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ – 24 સપ્ટેમ્બર 2021

3.   લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ- 01 ઑક્ટોબર 2021

4.   એપ્લિકેશનમાં સુધારા – 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2021

5.   કેટેગરી અને પરીક્ષાનું શહેર બદલવાની છેલ્લી તારીખ- 3 જાન્યુઆરી 2022

6.   ગેટ પરીક્ષાની સંભવિત તારીખ 5,6,12, અને 13 ફેબ્રુઆરી 2022

7.   પરિણામ જાહેર થવાની સંભવિત તારીખ – 17 માર્ચ 2022

કેવી રીતે કરશો એપ્લાય ?

GATE 2022 રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે. GATE 2022 વેબસાઇટ gate.iitkgp.ac.in પર જાઓ. તમે એક કે બે પેપર માટે અરજી કરી શકો છો. પરંતુ અરજી ફોર્મ એક જ ભરવાનુ રહેશે.  જો તમે એક કરતા વધારે અરજી ફોર્મ ભર્યા હોય, તો તેમાંથી માત્ર એક જ સ્વીકારવામાં આવશે. બાકીના રદ કરવામાં આવશે અને તેની ફી પણ પરત કરવામાં આવશે નહીં.

રજિસ્ટ્રેશ ફી 
SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવારો માટે GATE અરજી ફી – 750 રુપિયા

લેટ ફી સાથે કુલ ફી – 1250 રુપિયા અન્ય

તમામ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી – 1500 રુપિયા

લેટ ફી સાથે 2000 રુપિયા શુલ્ક ભરવાનો રહેશે

Next Article