GATE 2022 પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરવા માટે આજે છેલ્લો દિવસ, આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન

|

Sep 24, 2021 | 1:27 PM

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2022 માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને રજિસ્ટ્રેશન કરી શકે છે.

GATE 2022 પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરવા માટે આજે છેલ્લો દિવસ, આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન
Gate Registration 2022

Follow us on

GATE 2022 : ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2022 માટે રજિસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તારીખ છે. જો કે ઉમેદવારો લેટ ફી સાથે રજિસ્ટ્રેશનકરી શકશે. લેટ ફીની ચુકવણી દ્વારા 1 ઓક્ટોબર સુધી નોંધણી (GATE 2022 Registration) કરી શકાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર (IIT)દ્વારા 5 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી પરીક્ષા લેવામાં આવશે.ઉપરાંત આ પરીક્ષાનું પરિણામ 17 માર્ચે જાહેર કરવામાં આવશે.

GATE પરીક્ષા  શા માટે લેવાામાં આવે છે ?

GATE પરીક્ષાએ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ અને જાહેર ક્ષેત્રની કેટલીક કંપનીઓમાં(Company)  ભરતી માટે હાથ ધરવામાં આવે છે. આ વર્ષે IIT ખડગપુર દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. GATE એ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. IITs, IISc અને અન્ય ઘણી સંસ્થાઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માન્ય GATE સ્કોર હોવું જરૂરી છે.

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

GATE 2022 પરીક્ષા માટે આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જાઓ.
Step 2: વેબસાઇટ પર ‘Apply Online’લિંક પર ક્લિક કરો.
Step 3: તમારૂ નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરેની મદદથી રજિસ્ટ્રેશન કરો.
Step 4: હવે લોગ ઈન કરો.
Step 5: અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી સબમિટ કરો.
Step 6: ફોટો અપલોડ કરો અને સહી કરો.
Step 7: અરજી ફી ચૂકવો.
Step 8: હવે પ્રિન્ટઆઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 02 સપ્ટેમ્બર 2021
અરજી કરવાની છેલ્લી તારીખ – 24 સપ્ટેમ્બર 2021
લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ – 01 ઓક્ટોબર 2021
એપ્લિકેશનમાં સુધારો – 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2021
પરીક્ષાનું શહેર બદલવાની છેલ્લી તારીખ – 3 જાન્યુઆરી 2022
GATE પરીક્ષાની સંભવિત તારીખો – 5, 6, 12 અને 13 ફેબ્રુઆરી 2022
પરિણામ જાહેર થવાની સંભવિત તારીખ – 17 માર્ચ 2022

કેટલી અરજી ફી ચૂકવવાની રહેશે ?

SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવારો માટે GATE અરજી ફી – 750 રૂપિયા
લેટ ફી સાથે કુલ ફી – 1250 રૂપિયા
અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી – 1500 રૂપિયા
2000 રૂપિયા લેટ ફી સાથે ચૂકવવા પડશે.

 

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: JEE Advanced 2021: JEE Advanced માટે એડમિટ કાર્ડ આ તારીખે થશે જાહેર, આ રીતે ડાઉનલોડ કરી શકશો

Next Article