Akash Ambani Education: આકાશ અંબાણીએ આ યુનિવર્સિટીમાંથી લીધી છે ડિગ્રી, જાણો કેટલા ભણેલા છે રિલાયન્સ જિયોના નવા ચેરમેન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીનો (Akash Ambani) જન્મ 23 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. આકાશે કેમ્પિયન સ્કૂલ અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈમાં અભ્યાસ કર્યો છે.

Akash Ambani Education: આકાશ અંબાણીએ આ યુનિવર્સિટીમાંથી લીધી છે ડિગ્રી, જાણો કેટલા ભણેલા છે રિલાયન્સ જિયોના નવા ચેરમેન
Akash Ambani And Mukesh Ambani
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jun 28, 2022 | 10:04 PM

Akash Ambani Jio Chairman: રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Amabni) જિયો ટેલિકોમના ડારેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાના પુત્ર આકાશ અંબાણીને Jioના નવા ચેરમેન તરીકે પસંદ કર્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાં ગણાય છે. તેમનો પુત્ર આકાશ અંબાણી (Akash Ambani) ખૂબ જ ભણેલો છે. 29 વર્ષીય આકાશ હવે રિલાયન્સ ગ્રુપના નવા ચેરમેન તરીકે સેવા આપશે. અહીં આપણે તેના એજ્યુકેશન અને કારકિર્દી પર એક નજર કરીએ.

આકાશ અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. આકાશ અંબાણીએ કેમ્પિયન સ્કૂલ અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ મુંબઈમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. આકાશે 2013માં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીથી બિઝનેસ-કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આકાશ અંબાણી પોતાના બિઝનેસને લઈને પણ ખૂબ જ એક્ટિવ છે.

Reliance Jio 4Gમાં આકાશની ભૂમિકા

વર્ષ 2014માં આકાશ અંબાણીને રિલાયન્સ રિટેલ અને જિયોના ડિરેક્ટરોની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. આકાશે વર્ષ 2015માં તેની બહેન ઈશા અંબાણીની સાથે ભારતમાં Jioની 4G સર્વિસ શરૂ કરી હતી. Jioના 4G ઈકોસિસ્ટમને સેટ કરવાનો શ્રેય મોટાભાગે આકાશ અંબાણીને જાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ 2020માં દુનિયાભરની મોટી ટેક કંપનીઓએ Jioમાં રોકાણ કર્યું હતું. આ ગ્લોબલ ઈન્વેસ્ટને ભારતમાં લાવવા માટે આકાશ અંબાણીએ પણ ખૂબ જ મહેનત કરી હતી. હાલમાં Jio દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે.

આકાશ અંબાણીને ક્રિકેટનો શોખ

આકાશને માત્ર ક્રિકેટ જોવાનું જ નહીં, પરંતુ તેને રમવાનું પણ પસંદ છે. તે ક્રિકેટને એટલો પ્રેમ કરે છે કે તેણે વર્ષ 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સામેલ તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ કીટની ડિઝાઈનમાં પણ દિલચસ્પી બતાવી હતી. તે દર વર્ષે પોતાની ટીમના ઓક્શનમાં પણ ભાગ લે છે. તે મેચ દરમિયાન મેદાનની બહાર પણ જોવા મળે છે.