DRDO Recruitment 2021: DRDOમાં રિસર્ચ ફેલોશિપ મેળવવાની તક, 54 હજાર સુધીનું મળશે સ્ટાઇપેન્ડ

|

Aug 31, 2021 | 12:45 PM

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સ (INMAS)એ સંશોધન સહયોગી અને જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

DRDO Recruitment 2021: DRDOમાં રિસર્ચ ફેલોશિપ મેળવવાની તક, 54 હજાર સુધીનું મળશે સ્ટાઇપેન્ડ
DRDO Recruitment 2021

Follow us on

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સ (INMAS)એ સંશોધન સહયોગી (RA) અને જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો DRDOની સત્તાવાર વેબસાઇટ www.drdo.gov.in દ્વારા અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2021 છે. આપને જણાવી દઈએ કે INMAS સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ની અગ્રણી સંસ્થા છે. અરજી કરતા ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન ચકાસીને અરજી કરવી જોઈએ.

આ પ્રક્રિયા દ્વારા રિસર્ચ એસોસિયેટની 4 જગ્યાઓ અને જુનિયર રિસર્ચ ફેલોશિપની 6 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. રિસર્ચ એસોસિયેટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 54,000 રૂપિયા સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તે જ સમયે, જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે, ઉમેદવારોને દર મહિને 31,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

લાયકાત વિશે વાત કરીએ તો સંશોધન સહયોગી માટે, ઉમેદવારને સંબંધિત વિષયમાં પીએચડી હોવી જોઈએ. જ્યારે, જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે ઉમેદવારને સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી અને માન્ય રાષ્ટ્રીય એજન્સી પાસેથી NET/GATE (JRF/LS) હોવું આવશ્યક છે.

ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ
મનુ ભાકર-ડી ગુકેશને ખેલ રત્ન એવોર્ડ જીતવા પર કેટલા રૂપિયા મળશે?
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
કઈ એક ભૂલને કારણે રિસાઈ જાય છે દેવી લક્ષ્મી, જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ગુજરાતનો એક એવો જિલ્લો જે એક સમયે હતો રાજ્ય

આ સિવાય ઉમેદવારની ઉંમર રિસર્ચ એસોસિયેટ માટે 35 વર્ષ અને જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયની છૂટ આપવામાં આવશે. વિગતવાર માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સૂચના ચકાસી શકે છે.

ઓનલાઈન ઈન્ટરવ્યુના આધારે આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો નિર્ધારિત ફોર્મેટમાં તેમની અરજી નિર્ધારિત સમયમાં inmasrf@gmail.com પર મોકલી શકે છે. કોઈપણ માહિતી માટે, ઉમેદવારો આ ઈમેલ આઈડી પર પણ સંપર્ક કરી શકે છે. નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

આજે જીડી કોન્સ્ટેબલની 250,00 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ

સ્ટાફ પસંદગી પંચ (SSC) સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સમાં બમ્પર ભરતી કરવા જઈ રહ્યું છે. આ માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 31 ઓગષ્ટ 2021 છે. CAPFમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી અથવા જીડી) NIA, SSF, અને આસામ રાઇફલ્સમાં રાઈફલમેનની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ વખતે 25 હજારથી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. આ વખતે કુલ 25,271 ખાલી જગ્યાઓ છે.

જેમાંથી 22,424 પુરુષ કોન્સ્ટેબલ અને 2,847 મહિલા કોન્સ્ટેબલની જગ્યા છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે. જ્યારે ચલણ દ્વારા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે.

Published On - 12:15 pm, Tue, 31 August 21

Next Article