દિલ્હી હાઈકોર્ટે પરીક્ષામાં કોપી કરનારા અને પેપર લીક કરનારાઓ પર કહ્યું છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, પરીક્ષામાં છેતરપિંડી એક મહામારી જેવી છે જે સમાજ અને શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી શકે છે. સાથે જ કહ્યું કે, જે લોકો અન્યાયી માધ્યમનો ઉપયોગ કરે છે તેમની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. કોઈપણ દેશની પ્રગતિ માટે શિક્ષણ પ્રણાલીની શુદ્ધતા અચૂક હોવી જોઈએ તે નોંધતા, ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે અવલોકન કર્યું કે, અન્યાયી માધ્યમોનો આશરો લેનારા વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું નિર્માણ કરી શકતા નથી.
દિલ્હી હાઈકોર્ટે એક જ ન્યાયાધીશના આદેશ સામેની અપીલ પર સુનાવણી કરતી વખતે આ અવલોકન કર્યું હતું, જેણે અપીલકર્તા એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી પરીક્ષા રદ કરવાના મામલામાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ વિદ્યાર્થી બીજા સેમેસ્ટરની પરીક્ષામાં અન્યાયી માધ્યમનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટની બેન્ચે હાલમાં જ પોતાના એક આદેશમાં કહ્યું હતું કે, પરીક્ષામાં કોપી કરવી કે પેપર લિક એ પ્લેગ જેવું છે. આ એક એવી મહામારી છે જે કોઈપણ દેશના સમાજ અને શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી શકે છે. જો તેને અનિયંત્રિત મુકી દેવામાં આવે તો અથવા જો નરમાઈ બતાવવામાં આવે, તો તેની હાનિકારક અસરો થઈ શકે છે. કોઈપણ દેશની પ્રગતિ માટે શૈક્ષણિક પ્રણાલીની શુદ્ધતા સ્પષ્ટ હોવી જોઈએ.
ખંડપીઠે કહ્યું કે, અયોગ્ય માધ્યમોનો આશરો લેનારા વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું નિર્માણ કરી શકતા નથી અને આવા લોકો સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટે અપીલ ફગાવી દીધી અને કહ્યું કે સિંગલ જજના આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે ઘણી પરીક્ષાઓમાં પેપર લીક થવાના કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં જ બિહાર SSC દ્વારા આયોજિત CGL પરીક્ષામાં પેપર લીકની ઘટના પ્રકાશમાં આવી હતી.આ સિવાય હિમાચલ પ્રદેશમાં JOA IT પરીક્ષામાં પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. હિમાચલ પ્રદેશ સરકારે પેપર લીક મુદ્દે HPSSCને સસ્પેન્ડ કરી દીધી છે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ એક એવી મહામારી છે જે કોઈપણ દેશને તબાહ કરી શકે છે. ચીફ જસ્ટિસ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, ‘જે વિદ્યાર્થીઓ અનુચિત સાધનોનો આશરો લે છે, તેઓ આ રાષ્ટ્રનું નિર્માણ કરી શકતા નથી.
(ઇનપુટ ભાષા)