CUET Exam 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET પરીક્ષામાં કેટલાક ફેરફારો કર્યા છે. NTAએ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જાહેર કરાયેલી સૂચના મુજબ, NTA એ CUET પરીક્ષા માટે માર્કિંગ સ્કીમમાં (CUET marking scheme) ફેરફાર કર્યા છે. જે સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર ઉપલબ્ધ છે. આ વખતે જે ઉમેદવારોએ CUET માટે નોંધણી કરાવી છે તેઓએ માર્કિંગ સ્કીમ તપાસવી જોઈએ. પ્રથમ નિયમ મુજબ, જો CUET 2022 માંથી કોઈપણ પ્રશ્ન છોડી દેવામાં આવે તો પરીક્ષા (CUET 2022 Registration) માં ઉપસ્થિત ઉમેદવારોને તેની ભરપાઈ કરવા માટે 5 માર્ક્સ આપવામાં આવશે. પરંતુ નવા નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ પ્રશ્ન ખોટો જણાય તો તે પ્રશ્નનો પ્રયાસ કરનાર ઉમેદવારોને જ 5 માર્કસ આપવામાં આવશે.
આ ઉપરાંત NTA પરીક્ષાના સ્કોર વિભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તમામ વિષયોમાં બહુવિધ પસંદગીના પ્રશ્નોનું મૂલ્યાંકન અંતિમ આન્સર કી અને વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા ગુણનો ઉપયોગ કરીને કરવામાં આવશે. NTA દ્વારા હવે આ કલમ હટાવી દેવામાં આવી છે. CUET માર્કિંગ સ્કીમ સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારોએ સાઇટની મુલાકાત લેવી અને સૂચના જોવી આવશ્યક છે. CUET 2022 રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 06 મે 2022 સાંજે 5 વાગ્યા સુધી છે.
Corrigendum in information bulletin of Common University Entrance Test #CUET (UG) pic.twitter.com/simJTG7XfW
— CUET Info (@CUETInfo) April 19, 2022
CUET 2022 માટે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ઉમેદવારોની અરજીઓ મળી છે. આમાંની મોટાભાગની અરજીઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહારની છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી 36,611, દિલ્હીમાંથી 23,418 અને બિહારમાંથી 12,275 અરજીઓ મળી હતી. તમિલનાડુમાં 2,143, કેરળમાં 3,987, તેલંગાણામાં 1,807, આંધ્રપ્રદેશમાં 1,022 અને કર્ણાટકમાં 901 અરજીઓ છે. ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે CUET (CUET 2022 Date) પરીક્ષા જૂન-જુલાઈમાં યોજાય તેવી અપેક્ષા છે. આ માટે NTA દ્વારા ટૂંક સમયમાં ડેટશીટ જાહેર કરવામાં આવશે.
યુજીસીના અધ્યક્ષે તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓ માટે CUET પરીક્ષા ફરજિયાત બનાવી છે. CUETની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે.એટલે કે હવેથી વિદ્યાર્થીઓને 12માં હાઈ કટ ઓફમાંથી મુક્તિ મળી છે. યુજી કોર્સમાં પ્રવેશ CUETના આધારે જ લેવામાં આવશે. જોકે ઘણી યુનિવર્સિટીઓએ CUET હેઠળ માત્ર થોડા જ અભ્યાસક્રમોનો સમાવેશ કર્યો છે. જામિયાની જેમ AMUમાં પણ માત્ર 8-10 કોર્સ સામેલ છે.
આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો