CRPF Exam 2023 : હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ થશે કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

CRPF Recruitment Exam 2023 : એસએસસી દ્વારા કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી ભરતી માટેની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હિન્દી અને અંગ્રેજીમાં જ લેવામાં આવે છે.

CRPF Exam 2023 : હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ થશે કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
CRPF Exam 2023
| Edited By: | Updated on: Apr 14, 2023 | 8:53 AM

CRPF Recruitment Exam 2023 : તમિલનાડુ અને તેલંગાણામાં ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. CRPF દ્વારા ભરતી પરીક્ષામાં માત્ર હિન્દી અને અંગ્રેજીના ઉપયોગ પર વાંધો ઉઠાવ્યા બાદ CRPFએ સ્પષ્ટતા જાહેર કરી છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને વિનંતી કરી છે કે 9,212 કોન્સ્ટેબલ (ટેક્નિકલ અને ટ્રેડ્સમેન) પોસ્ટ માટે ભરતી પરીક્ષા તમિલ અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવામાં આવે.

આ પણ વાંચો : CRPF Recruitment : CRPFમાં કોન્સ્ટેબલની મોટી ભરતી, 1.30 લાખ જગ્યાઓ પર થશે નિમણૂંક

CRPF એ કહ્યું કે, તે કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી (CT/GD) ની જગ્યાઓ માટે SSC દ્વારા અને કોન્સ્ટેબલ (ટેકનિકલ અને ટ્રેડ્સમેન) ની જગ્યાઓ માટે આંતરિક પ્રક્રિયા દ્વારા ભરતી કરશે. CRPF કોન્સ્ટેબલની ભરતી માટેની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા “માત્ર હિન્દી અને અંગ્રેજી”માં લેવામાં આવે છે.

CRPF ભરતી અંગે નોટિસ જાહેર

વેકેન્સી ડિટેલ્સ

આ વર્ષે CRPF માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 9212 પદોની ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 27 માર્ચ 2023 થી શરૂ થાય છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 25 એપ્રિલ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ જગ્યા માટેની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

પરીક્ષા ક્યારે થશે?

આ ખાલી જગ્યા હેઠળ ડ્રાઈવર, મોચી, સુથાર, દરજી, બ્રાસ બેન્ડ, માળી, ચિત્રકાર, રસોઈયા, ધાબી, વાળંદ અને સફાઈ કામદાર જેવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો માટે પરીક્ષા 01 જુલાઈથી 13 જુલાઈ 2023 દરમિયાન લેવામાં આવશે. આ ખાલી જગ્યા માટે એડમિટ કાર્ડ 20 જૂન 2023ના રોજ જાહેર કરવામાં આવશે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…